Loading...

ભાવનગરના રેલ મુસાફરો માટે સારા સમાચારઃ ઓખા એક્સપ્રેસ અને સાબરમતી ઇન્ટરસિટીમાં વધારાના કોચ જોડવામાં આવ્યા

ટ્રેનોમાં વધતા ધસારા અને મુસાફરોની વધતી જતી માંગને જોતા ભાવનગર રેલવે મંડળ દ્વારા લેવાયો નિર્ણય

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 01 Feb 2026 12:05 AM (IST)Updated: Sun 01 Feb 2026 12:05 AM (IST)
bhavnagar-division-adds-extra-coaches-to-two-trains-from-february-1-to-ease-passenger-rush-683240

Bhavnagar: મુસાફરોની સુવિધા અને ટ્રેનોમાં વધતા ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા બે મહત્વની ટ્રેનોમાં વધારાના કોચ લગાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર 1 ફેબ્રુઆરી એટલે કે આજથી અમલી બનશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુખદાયી મુસાફરી માટે નીચે મુજબની ટ્રેનોમાં હંગામી ધોરણે કોચ વધારવામાં આવ્યા છે:

ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ (19209/19210): આ ટ્રેનમાં મુસાફરોની માંગને જોતા એક થર્ડ એસી (3rd AC) કોચ વધારવામાં આવ્યો છે. જેનો લાભ 01.02.2026 થી 05.02.2026 સુધી મળશે.

ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી (20966/20965): આ ટ્રેનમાં સામાન્ય વર્ગના મુસાફરોની ભીડને ઓછી કરવા માટે 4 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. આ સુવિધા પણ 01.02.2026 થી 05.02.2026 સુધી ઉપલબ્ધ રહેશે.

રેલવે પ્રશાસન દ્વારા લેવાયેલા આ તાત્કાલિક નિર્ણયથી ઓખા અને સાબરમતી તરફ જતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. ટ્રેનના સમય અને સ્ટોપેજ અંગેની વધુ માહિતી માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ (www.enquiry.indianrail.gov.in) ની મુલાકાત લઈ શકે છે.