Loading...

QFON Scam: 183 કરોડનું કૌભાંડ આચરીને દુબઈ નાસી ગયેલા પિતા-પુત્રની અંકલેશ્વરમાં ધરપકડ, EDએ 8 દિવસના રિમાન્ડ મેળવ્યા

QFOP એપ ડિજિટલના માધ્યમથી સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાએ રુ183 કરોડનું કૌભાંડ આચર્યું હતું. આરોપીઓની અંકલેશ્વરથી ધરપકડ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sun 15 Mar 2026 10:55 AM (IST)Updated: Sun 15 Mar 2026 10:56 AM (IST)
qfon-ponzi-scam-father-son-fled-to-dubai-after-committing-a-rs-183-crore-scam-arrested-in-ankleshwar-ed-gets-8-day-remand-708483
HIGHLIGHTS
  • QFOP એપ ડિજિટલના માધ્યમથી 183 કરોડનું કૌભાંડ આચર્યુ
  • EDએ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા
  • વિવિધ સંસ્થાઓ અને કંપનીઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો

Ponzi Scam: QFOP એપ કૌંભાંડમાં દુબઈ ભાગી ગયેલા સુધીર અને ઉમંગ કોટડિયાની ધરપકડ કરવામાં આવી છે. QFOP એપ ડિજિટલના માધ્યમથી સુધીર દલસુખભાઈ કોટડિયા અને ઉમંગ કોટડિયાએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારો પાસેથી રુ183 કરોડનું કૌભાંડ આચર્યું હતું. આરોપીઓની મુંબઈ ઈડીની ઝોનલ ઓફિસ, અંકલેશ્વર ગાર્ડન પાસેથી ઝડપી લેવાયા હતા.

આરોપીઓ 8 દિવસ રિમાન્ડ પર

ઈડીએ સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ કાર્યવાહી કરી છે. જે મામલે મુંબઈની કોર્ટમાંથી 8 દિવસના રિમાન્ડ મેળવી લેવાયા છે. ઈડીએ આરોપીઓના ઠેકાણાઓ ઉપર અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ, ડિજિટલ ડિવાઈસ અને નાણાકીય વ્યવહારોના દસ્તાવેજો સહિત કુલ 2.51 કરોડની રોકડ જપ્ત કર્યા છે. ઈડીએ તપાસની શરુઆત થાણેના વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી મુંબઈ ઈડી ઝોનલ ઓફિસ તરફ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવ્યા હતા. રોકાણકારોને દર મહિને 2 %થી 10.5% જેટલા મોટા વળતરની લાલચ આપી હતી.

કુલ 183 કરોડની ગેરકાયદેસર આવક કરી

આ પોન્ઝી સ્કીમમાં આરોપીઓએ રોકાણકારોને ફસાવ્યા હતા. નવા રોકાણકારોના પૈસા જૂના રોકાણકારોને આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પોન્ઝી સ્કીમ હેઠળ કુલ 183 કરોડની ગેરકાયદેસર આવક કરી હતી. કૌભાંડ આચરીને આરોપી સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયા નેપાળ ભાગી ગયા હતા. જોકે, આરોપી સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયા નેપાળ માર્ગેથી ચોરીછૂપીથી ભારત પરત ફર્યા હતા.જેની ઈડીને બાતમી મળી હતી. બાતમીના આધારે ઈડીએ વોચ ગોઠવી હતી જે બાદ અંકલેશ્વરનાી ગાર્ડન પાસેથી તેમની ધરપકડ કરીને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ માટે આઠ દિવસની રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

60 કંપનીઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ

પોન્ઝી સ્કીમના ગુનામાં પરાગ અશોક કુમાર શાહે થાણેના ઈકોનોમિક ઓફેન્સ વિંગ સામે નોંધાવેલા પોતાના નિવેદનમાં તેમણે ઘણી અગત્યની વિગતો આપી હતી. જેમાં તેમના સંબંધીઓ અને બીજા અન્ય રોકાણકારોએ QFON એપ ડિજિટલ કંપનીમાં કરેલા રોકાણો માટેની વિગતો જણાવી હતી. જેમાં સુધીર અને ઉમંગ કોટડિયાના ઈશારે 60 કંપનીઓ, વ્યક્તિઓ અને સંસ્થાઓના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને રુ 55 કરોડનું ભંડોળ એકઠું કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું હતું.

ગ્રાહકોના બેન્ક ખાતાઓનો ઉપયોગ

મેસર્સ QFON લિમિટેડના ઓડિટર પ્રવિણકુમાર મનસુખભાઈ વોરાના નિવદેનમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો હતો કે,સુધીર કોટડિયાની સૂચના પર જ રોકાણકારોના નાણાં મેળવવા માટે ગ્રાહકોના બેન્ક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાણાકીય ભંડોળનો કેટલોક ભાગ સુધીર અને ઉમંગ કોટડિયાને રોકડ રુપે સોંપાયો હતો. તેમજ કેટલીક રકમનો હિસ્સો આગડિયા ઓપરેટરોના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવી હતી.

વોટ્સઅપ પર દસ્તાવેજો મોકલ્યા

આરોપી સુધીર કોટડિયાએ વોટ્સએપના માધ્યમથી રોકાણકારોના પાન, આધાર અને બેંક ડિટેલ્સ પૂરી પાડી હતી. આરોપીઓએ અલગ અલગ સંસ્થઆઓના ખાતાઓમાં અનસેફ લોન તરીકે ક્રેડિટ રેકોર્ડ કરવાની સૂચના આપી હતી. રોકાણકારોના કુલ 14 કરોડનું ભંડોળ આરોપીઓના અને તેમના કસ્ટમર્સના બેન્ક એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.