Loading...

Aravalli News: મોડાસામાં હાઈવે પાસે ટ્રકમાંથી 77 લાખનો દારૂ ઝડપાયો, ચાલકની અટકાયત‎

મોડાસામાં આવેલ દાવલી પાસે શામળાજીથી હિંમતનગર તરફ હાઈવે પાસેના બ્રિજ પાસેથી એલસીબીએ વિદેશી દારુનો જથ્થો કબ્જે કર્યો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Tue 31 Mar 2026 01:05 PM (IST)Updated: Tue 31 Mar 2026 01:05 PM (IST)
aravalli-news-modasa-highway-liquor-seizure-77-lakh-lcb-truck-driver-arrest-718839
HIGHLIGHTS
  • મોડાસાના દાવલી નજીક હાઈવે પર ટ્રકમાં વિદેશી દારુ ઝડપાયો
  • ડ્રાઈવર રાજસ્થાનથી દારુ લઈ હિમતનગર તરફ જઈ રહ્યો હતો
  • પોલીસે કુલ રુ 77,22,00નો વિદેશી દારુ જપ્ત કર્યો

Aravalli: મોડાસામાં આવેલ દાવલી પાસે શામળાજીથી હિંમતનગર તરફ હાઈવે પાસેના બ્રિજ પાસેથી એલસીબીએ વિદેશી દારુનો જથ્થો કબ્જે કર્યો છે. એલસીબીએ કુલ રુ 77.22 લાખની વિદેશી દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. એલસીબીએ વિદેશી દારુની પેટી 585 તેમજ ટ્રકમાં રાખેલ ખાખી કવરના બોક્સ સાથે કુલ રુ રૂ.92.32 લાખનો મુદ્દામાલ ઝડપી લઈને ડ્રાઈવરની અટકાયત કરી હતી.

દાવલી પાસે ટ્રકમાંથી દારુ ઝડપાયો

એલસીબી દ્વારા દાવલી પાસે હાઈવે પર બ્રિજની નીચે શામળાજી તરફ આવતી ગાડીઓનું ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન ખાનગી બાતમીને આધારે, ટ્રક નં. NL.01.N.4918 માં ડ્રાઈવર રાજસ્થાનથી વિદેશી દારુ લઈને રતનપુર,શામળાજી, વાંટડા રોડ પ્લાઝા, દાવલી થઈને હિંમતનગર બાજુ જઈ રહ્યો હતો. એલસીબીએ ચાલકને ઝડપી લીધો હતો.

પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે ડ્રાઈવરની કડક પૂછપરછ કરી જેમાં ડ્રાઈવરે ટ્રકમાં સિલાઈ મશીનના બોક્સ ભરેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકની તપાસ કરી હતી. જેમાંથી ખાખી કલરના 391 બોક્સ અને સફેદ 81 રોલની આડમા્ં છુપાવેલ વિદેશી દારુની પેટી 585 અને કુલ 28028 બોટલ મળી આવી હતી.

ડ઼્રાઈવર સહિત અન્ય વિરુદ્ધ ગુનો

પોલીસે 77,22,000નો વિદેશી દારૂ, ટ્રક સહિત કુલ રૂ.92.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ટ્રક ડ્રાઈવર વિજયસિંહ દોલતસિંહ રાવત રાજપુત રહે. દેવગઢ જિ. રાજસમંદ રાજસ્થાનની ધરપકડ કરી હતી. જ્યારે બીજા વોન્ટેડ ગુનેગાર હરેન્દ્રસિંહ ટીલસિહ રાવત રાજપુત અને સીમનસિંહ રાજપુત રહે કોટ કિરાણા, જવાજા, જિ.બ્યાવર રાજસ્થાન સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.