Umreth Assembly By-Election 2026: ઉમેરઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આ જ મહિનામાં યોજાઇ રહી છે. ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ જામ્યો છે. ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા માટે 40 જેટલા દિગ્ગજ નેતાઓ પ્રચાર મેદાને ઉતરશે.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત 40 નેતાઓને આ બેઠકના પ્રચારક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠક પરથી ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. ગઇકાલે તેમણે ઉમેદવારીફોર્મ ભર્યું હતું. જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
111-ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભાજપના 40 પ્રચારકોની સંપૂર્ણ યાદી
| જગદીશ વિશ્વકર્મા | યોગેશ પટેલ |
| ભૂપેન્દ્ર પટેલ | વિપુલ પટેલ |
| હર્ષ સંઘવી | ચિરાગ પટેલ |
| નીતિન પટેલ | પ્રદીપસિંહ જાડેજા |
| રત્નાકર | હસમુખ પટેલ |
| જીતુ વાઘાણી | સંજય પટેલ |
| ગોરધન ઝડફિયા | જગત પટેલ |
| વર્ષાબેન દોશી | પ્રવીણ વાઘેલા |
| ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | વિપુલ શાહ |
| કુંવરજી બાવળિયા | દિલીપ પટેલ |
| ડૉ. પ્રદ્યુમન વાજા | લાલસિંગ વડોદિયા |
| રાજેશ ચુડાસમા | કાંતિભાઈ ચાવડા |
| ગૌતમ ગેડિયા | પીનાકીન બ્રહ્મભટ્ટ |
| નટુજી ઠાકોર | દક્ષેશ શાહ |
| હિતેન્દ્રસિંહ ચૌહાણ | હંસાકુંવર બા રાજ |
| અંજુબેન વેકરિયા | ધર્મેશ મિસ્ત્રી |
| કમલેશ પટેલ | મનોહરસિંહ પરમાર |
| સંજયસિંહ મહિડા | ગુલાબસિંહ પઢીયાર |
| રમણ સોલંકી | દીપિકાબેન પટેલ |
| મિતેશ પટેલ (બકાભાઈ) | નિરંજન પટેલ |
