Loading...

આણંદના NRI નાગરિકોને નવું આધારકાર્ડ કઢાવવું છે? જાણો કેટલા દિવસ વતનમાં રહેવું જરૂરી, કયા દસ્તાવેજો રજૂ કરી શકશે?

પાંચ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મ તારીખ ના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજો જરુરી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 01 Feb 2026 06:00 PM (IST)Updated: Sun 01 Feb 2026 06:00 PM (IST)
anand-nri-news-how-nri-citizens-can-get-a-new-aadhaar-card-683890

Anand News: આણંદ જિલ્લો એનઆરઆઈ નાગરિકોની વસ્તી ધરાવતો જિલ્લો છે જેથી એન આર આઈ નાગરિકોને નવીન આધાર કાર્ડ કાઢવામાં અગવડતા ન રહે તે હેતુથી યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલ આધાર નોંધણી અને અપડેટ માટે સ્વીકાર્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

પાંચ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મ તારીખ ના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદીમાં માન્ય OCI કાર્ડ ધારકો અથવા LTV દસ્તાવેજ ધારકો નેપાળ અને ભૂતાનના નાગરિકો આધાર નોંધણી માટે ઈચ્છુક અન્ય વિદેશી નિવાસીઓની આધાર નોંધણી માટે લાગુ પડતા દસ્તાવેજો માં માન્ય ઓસીઆઈ કાર્ડ સાથે માન્ય વિદેશી પાસપોર્ટ ધરાવતા રહેવાસીઓ કે જે તરત જ અગાઉના 12 મહિનામાં 182 દિવસ કે તેથી વધુ સમય માટે ભારતમાં રહેલા હોવા જોઈએ.

માન્ય લાંબા ગાળાના વિઝા (LTV)દસ્તાવેજ સાથે મૂળ દેશ દ્વારા જારી કરવામાં આવેલ વિદેશી પાસપોર્ટ (માન્ય અથવા સમયસીમા સમાપ્ત) ધરાવતા હોય એવા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયો એટલે કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી. નેપાળ/ભૂતાનનો પાસપોર્ટ ધરાવતા નેપાળ /ભુતાનના નાગરિકો પાસપોર્ટ ઉપલબ્ધ ન હોય તો સમાન સરનામું ધરાવતા કોઈપણ બે દસ્તાવેજો જમા કરાવવા, જેમાં માન્ય નેપાળી/ભૂતાનની નાગરિકતા પ્રમાણપત્ર, માન્ય નેપાળ/ભુતાનના ચૂંટણીપંચ દ્વારા જારી કરાવેલ મતદાર ઓળખકાર્ડ, નેપાળી મિશન/રોયલ ભૂટાનીઝ મિશન દ્વારા જારી કરવામાં આવેલ મર્યાદિત માન્યતા ધરાવતું ફોટો ઓળખ પ્રમાણપત્ર.

માન્ય વિઝા સાથે માન્ય વિદેશી પાસપોર્ટ ધરાવતા અન્ય વિદેશી નિવાસીઓ કે જે તરત જ અગાઉના 12 મહિનામાં 182 દિવસ કે તેથી વધુ સમય માટે ભારતમાં રહેલા હોવા જોઈએ.વિદેશી નિવાસીઓને FRRO/FRO દ્વારા જારી કરાયેલ માન્ય નોંધણી પ્રમાણપત્ર અથવા રહેણાંક પરમિટ (OCI કાર્ડ ધારકો LTV દસ્તાવેજ ધારકો અને નેપાળ/ભૂતાન નાગરિકો સિવાય) રજૂ કરવાના રહેશે, તેમ નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.