Loading...

નવાપુરામાં યુવકને પતંગ દોરાથી નાક પર ગંભીર ઇજા, ઓડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાયો કિશોર

ઓડમાં યુવરાજ વિક્રમભાઈ ચુનારા નામનો કિશોર ધાબા પર ચઢી પતંગ ચગાવતો હતો. જે દરમિયાન કાબુ ગુમાવતા ધાબા પરથી નીચે પડી ગયો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 15 Jan 2026 03:40 PM (IST)Updated: Thu 15 Jan 2026 03:40 PM (IST)
anand-news-kite-string-injures-activa-rider-in-navapura-teen-hurt-while-flying-kite-in-od-674476

Anand News: આજ રોજ વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યમાં બે અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે. નવાપુરામાં એક્ટિવા પર જઈ રહેલા 51 વર્ષીય ઉંમરઘની અસરફભાઈ વહોરાને પતંગના દોરાથી નાક પર ગંભીર ઈજા થઈ હતી, જ્યારે ઓડમાં 14 વર્ષીય યુવરાજભાઈ વિક્રમભાઈ ચુનારા પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા તેમને માથામાં ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નવાપુરામાં યુવકને પતંગ દોરાથી નાક પર ગંભીર ઇજા

આજ રોજ વાસી ઉત્તરાયણ ના દિવસે નવાપુરા માં નામે ઉમરગની અસરફભાઈ વહોરા ( ઉંમર 51 વર્ષ) પીપળી થી કિંખલોડ નવાપુરા રોડ તરફ પોતાના એકટીવા લઈને જતા અચાનક પતંગ દોરો રસ્તા વચ્ચે આવી જતા ઉંમરગની વ્હોરા ને નાક ના ભાગે ઇજા થઈ હતી.

ઇજા થતા તરત જ આસપાસ ના લોકો એ સારવાર લેવા માટે 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો. આ કેસ નજીક ની 108 એમ્બ્યુલન્સ કિંખલોડ 108 ને મળતા EMT જગદીશભાઈ અને પાયલોટ સંજયભાઈ સિંધા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ લઈ ના હાજર થઈ ગયા હતા ને તરત જ તેમને એમ્બ્યુલન્સ માં લઈ 108 કેર સેન્ટર ફોઝિસિયન ડોક્ટર ની સલાહ મુજબ સારવાર આપી હતી. વધુ સારવાર અર્થે તેમને આયુષ હોસ્પિટલ, બોરસદ માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ઓડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાયો કિશોર

આજ રોજ વાસી ઉત્તરાયણના દિવસે ઓડમાં યુવરાજ વિક્રમભાઈ ચુનારા નામનો કિશોર ધાબા પર ચઢી પતંગ ચગાવતો હતો. જે દરમિયાન કાબુ ગુમાવતા ધાબા પરથી નીચે પડી ગયો હતો. તેથી યુવરાજને માથાના ભાગે ઈજા થઈ હતી. ઇજા થતા તરત જ તેઓને તેમના પિતા નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ માથામા ઈજાના કારણે રિપોર્ટ માટે ત્યાથી શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદ ખાતે લઈ જવા માટે ત્યાના ડોક્ટરે 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો.

આ કેસ નજીક ની ઓડ ની 108 એમ્બ્યુલન્સ ને મળતા EMT ધર્મેન્દ્રભાઈ ચૌહાણ અને પાયલોટ સ્તેફનભાઈ તે સ્થળે 108 એમ્બ્યુલન્સ લઈ હાજર થઈ ગયા હતા ને તરત જ તેમને એમ્બ્યુલન્સમાં લઈ વધુ સારવાર અર્થે તેમને શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદ માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.