Loading...

Amreli: રહેણાંક મકાનમાં ધમધમતી ડુપ્લિકેટ બીડી-તમાકું બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ

અલગ-અલગ બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકરો, પેકિંગ મટીરિયલ્સ, તૈયાર બીડીના બંડોલ, છૂટક તમાકું મળી કૂલ 4.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 30 Jan 2026 06:03 PM (IST)Updated: Fri 30 Jan 2026 06:03 PM (IST)
sog-busts-duplicate-bidi-and-tobacco-factory-in-amreli-main-accused-arrested-682585
HIGHLIGHTS
  • SOG પોલીસની ટીમે બાતમીના આધારે મણિનગરમાં દરોડો પાડ્યો

Amreli: રાજ્યમાં નકલી અધિકારીઓ અને કચેરીઓ બાદ હવે ખાદ્ય અને વ્યસનની ચીજવસ્તુઓમાં પણ નકલીનું દૂષણ વકરી રહ્યું છે. તેવામાં અમરેલીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી હાથ ધરીને ડુપ્લિકેટ બીડી અને તમાકુ બનાવતી આખી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

મણિનગરમાં રહેણાંક મકાનમાં ચાલતું હતું કૌભાંડ
અમરેલી એસ.ઓ.જી. શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના મણિનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ બીડી અને તમાકુનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમે વોચ ગોઠવી મણિનગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક મકાનમાં ધમધમતી નકલી બીડી-તમાકુની મીની ફેક્ટરી મળી આવી હતી.

મુખ્ય આરોપી ઇરફાન પઠાણ જેલહવાલે
પોલીસ દરોડા દરમિયાન ફેક્ટરી ચલાવતા મુખ્ય આરોપી ઇરફાન પઠાણને SOGએ ઘટનાસ્થળેથી દબોચી લીધો હતો. આરોપી જાણીતી બ્રાન્ડના નામે હલકી ગુણવત્તાવાળી બીડી અને તમાકુનું પેકિંગ કરી માર્કેટમાં વેચતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

4.36 લાખનો મુદ્દામાલ જપ્ત
SOGએ સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકરો, પેકિંગ મટિરિયલ, તૈયાર બીડીના બંડલો, છૂટક તમાકુનો જથ્થો અને સાધનસામગ્રી સહિત કુલ રૂપિયા 4.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.