Kesar Mango Price Today in Amreli: ફળોનો રાજા ગણાતી કેરીનું આગમન રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં ધીરે-ધીરે શરૂ થઇ ગયું છે. ગોંડલ યાર્ડ બાદ અમરેલી માર્કેટ યાર્ડમાં પણ કેસર કેરીનું અને હાફૂસ કેરીનું આગમન થયું છે. ગત 18 માર્ચથી યાર્ડમાં કેરીની આવક શરૂ થઇ ગઇ છે. 20 કિલો કેરીના ભાવની વાત કરીએ તો નીચો ભાવ 6 હજાર રૂપિયા અને ઉંચો ભાવ 9 હજાર રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે સરેરાશ ભાવ 7થી 8 હજાર રુપિયાની આસપાસ રહ્યો છે. એટલે કે 10 કિલો કેરીના બોક્સની કિંમત 3000 હજારથી 4500 રૂપિયાની આસપાસ રહ્યાં છે.
અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીના આજના ભાવ (કેરીનો ભાવ 20 કિલોમાં)
| તારીખ | નીચો ભાવ | ઉંચો ભાવ | સરેરાશ ભાવ | કેરીની આવક (ક્વિન્ટલમાં) |
| 25-માર્ચ-2026 | 6000 | 8500 | 7000 | 2 |
| 24-માર્ચ-2026 | 6000 | 9000 | 7500 | 3 |
| 23-માર્ચ-2026 | 6000 | 9000 | 8000 | 3 |
| 20-માર્ચ-2026 | 6000 | 9000 | 8000 | 2 |
| 18-માર્ચ-2026 | 7000 | 9000 | 8000 | 2 |
