Amreli: બગસરાના ઘંટીયાણ ગામે 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો, પંથકમાં ભયનો માહોલ

અમરેલીના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે વાડીમાં સૂતેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7વર્ષના બાળક પર સિંહણે હુમલો કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 12 Jun 2026 01:00 PM (IST)Updated: Fri, 12 Jun 2026 01:00 PM (IST)
amreli-bagasra-ghantiyan-lioness-attacked-seven-year-old-child-death

Amreli lioness attack: અમરેલી જિલ્લાના બગસરામાં સિંહના હુમલાની એક આઘાતજનક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે સિંહોના ટોળાએ એક 7 વર્ષના બાળક પર હુમલો કરીને ફાડી ખાધો હતો. આ ઘટનાને પગલે બાળકના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

બાળક પર સિંહણે કર્યો હુમલો

મળતી વિગતો મુજબ, ઘંટિયાણ ગામની સીમમાં આવેલી એક વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પરપ્રાંતિય પરિવાર ખેતમજૂરી તરીકે કામ કરે છે. રાત્રિના સમયે મજૂર પરિવાર વાડીમાં જ સૂતું હતું. ત્યારે સિંહનું એક ટોળું ખોરાકની શોધમાં ભટકતું ભટકતું વાડી વિસ્તાર પાસે નીકળ્યું હતું. ભૂખી સિંહણે અચાનક જ સૂતેલા પરિવારના 7 વર્ષના માસૂમ બાળક પર જીવલે હુમલો કરી દિધો હતો.

બાળકનો મૃતદેહ દોઢ કિમી દૂર મળ્યો

પરિવાર બાળકને બચાવે તે પહેલા સિંહણ બાળકને લઈને અંધકારમાં પલાયન થઈ ગઈ હતી. ગ્રામજનો અને વાડી માલિકે બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે વન વિભાગને તાત્કાલિક જાણ કરાઈ હતી. બગસરા વન વિભાગના ACF સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો. જ્યાં તેમણે રાત્રે જ સિંહ પરિવારનું ટ્રેકિંગ શરુ કર્યું હતું.

સિંહણ બાળકને જૂનાગઢના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામની સીમમાં લઈ ગઈ હતી. વન વિભાગની ટીમને સીમમાંથી બાળકનો રક્તરંજિત મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના મોતને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.