Loading...

ગુજરાત પર મોસમની બેવડી આફતઃ અંબાલાલ પટેલનું ગરમીના પ્રકોપ વચ્ચે 20 એપ્રિલથી પ્રિ-મોન્સૂન વરસાદનું પૂર્વાનુમાન, ખેડૂતોમાં ચિંતા પેઠી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધવાથી અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થઈ જશે. મે મહિનામાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 15 Apr 2026 07:11 PM (IST)Updated: Wed 15 Apr 2026 07:11 PM (IST)
weather-expert-ambalal-patel-prediction-agahi-for-gujarat-heatwave-till-april-20-pre-monsoon-rain-expected-after-728619
HIGHLIGHTS
  • ગુજરાતમાં 20 એપ્રિલ સુધી ગરમી આકરા તેવર બતાવશે

Ambalal Patel, Gujarat Weather Forecast: ગુજરાતમાં ઉનાળાનું આગમન થયું, ત્યારથી જ હવામાનમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માંડ હીટવેવનો રાઉન્ડ આવે, ત્યાં કમોસમી વરસાદ તૂટી પડે છે. જેના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હાલ ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેના કારણે ગરમી તેના આકરા તેવર બતાવી રહી છે. આગામી 20 એપ્રિલ સુધી ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધવાથી અસહ્ય બફારાનો સામનો કરવો પડશે.

ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં વધુ એક પશ્ચિમી વિક્ષોપ આવવાના કારણે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. જેની અસરના ભાગરૂપે 20 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે.

આ દરમિયાન 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. જે બાદ મે મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે. મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં તેમજ અરબ સાગરમાં પણ વાવાઝોડું સર્જાઈ શકે તેવી શક્યતા છે.

આજે અમદાવાદ-રાજકોટ ગુજરાતના સૌથી ગરમ શહેર

જો આજે ગુજરાતના મહાનગરોમાં તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ અને રાજકોટમાં મહત્તમ તાપમાન સૌથી વધુ 40.7 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય ભુજમાં 40.6, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તેમજ સુરતમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.