Loading...

Silver Price in Ahmedabad: ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં પ્રતિ કિલો ₹30,300નો ઘટાડો; જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

Gold Silver Price Today in Ahmedabad 06 February 2026: સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 06 Feb 2026 09:16 AM (IST)Updated: Fri 06 Feb 2026 09:16 AM (IST)
silver-rate-in-ahmedabad-today-06-february-2026-check-latest-prices-in-gujarat-686634

Gold Silver Price Today in Ahmedabad 06 February 2026: સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસની તેજી બાદ આજે ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આજે જાહેર થનારા નાણાકીય નીતિ સમિતિ (MPC) ના નિર્ણયો પૂર્વે બજારમાં આ ગભરાટ જોવા મળ્યો છે.

અમદાવાદમાં આજે ચાંદીનો દર (Todays Silver Rate in Ahmedabad)

આજે અમદાવાદમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ 299.90 અને પ્રતિ કિલોગ્રામ ₹2,99,900 છે.

Gold Silver Price Today: દેશના પ્રમુખ શહેરોમાં આજનો ચાંદીનો ભાવ

Silver Price Today: સ્થાનિક બજારની સ્થિતિ

ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના અહેવાલ મુજબ, દિલ્હીમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 30,300 રૂપિયા (લગભગ 10.16 ટકા) નો જંગી ઘટાડો થયો છે. બુધવારે 2,98,300 રૂપિયા પર બંધ થયેલી ચાંદી આજે ઘટીને 2,68,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) પર પહોંચી છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સમાન સ્થિતિ જોવા મળી હતી, જ્યાં ભાવ 26,850 રૂપિયા ઘટીને 2,42,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારથી સોમવાર વચ્ચે ચાંદીમાં 41 ટકાનો ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો, જે પ્રતિ કિલો 1,63,632 રૂપિયા જેટલો થવા જાય છે.

Silver Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ગાબડું

વૈશ્વિક બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી 13.54 ટકાના ઘટાડા સાથે 76.26 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર થઈ છે. ટ્રેડિંગ સેશન દરમિયાન ભાવ ઘટીને 73.38 ડોલરની નીચી સપાટીએ પણ પહોંચ્યા હતા. COMEX બજારમાં પણ ચાંદી 10.48 ટકા ઘટીને 75.55 ડોલર પ્રતિ ઔંસ નોંધાઈ હતી.

Silver Price Today: બજારના નિષ્ણાતોનું શું કહેવું છે?

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે ભાવ 2,76,538 રૂપિયા હતો, જે બપોર સુધીમાં ઘટીને 2,52,232 રૂપિયા થયો હતો. જોકે, બજાર બંધ થતા સમયે થોડો સુધારો જોવા મળ્યો હતો અને ભાવ 2,54,339 રૂપિયા પર સ્થિર થયો હતો.

શહેર10 ગ્રામ100 ગ્રામ1 કિલો
અમદાવાદ₹2,999₹29,990₹2,99,900
વડોદરા₹2,999₹29,990₹2,99,900
સુુરત₹2,999₹29,990₹2,99,900
રાજકોટ₹2,999₹29,990₹2,99,900
જામનગર₹2,999₹29,990₹2,99,900
ભાવનગર₹2,999₹29,990₹2,99,900
જૂનાગઢ₹2,999₹29,990₹2,99,900
સુરેન્દ્રનગર₹2,999₹29,990₹2,99,900
દાહોદ₹2,999₹29,990₹2,99,900
મુંબઈ₹2,999₹29,990₹2,99,900
દિલ્હી₹2,999₹29,990₹2,99,900
કોલકાતા₹2,999₹29,990₹2,99,900
બેંગલોર₹2,999₹29,990₹2,99,900
હૈદરાબાદ₹2,999₹29,990₹2,99,900
ચેન્નાઈ₹2,999₹29,990₹2,99,900