Loading...

પરેશ ગોસ્વામીની આગાહીઃ હવે ગુજરાતમાં તીવ્ર ઠંડીના રાઉન્ડ પર પૂર્ણવિરામ, માવઠાની ચિંતા પણ ટળી

શિયાળાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે લઘુત્તમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચુ રહેશે. જેના કારણે ડબલ ઋતુનો અહેસાસ રહેશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 02 Feb 2026 10:49 PM (IST)Updated: Mon 02 Feb 2026 10:49 PM (IST)
no-unseasonal-rain-in-gujarat-till-february-10-says-weather-expert-paresh-goswami-ni-agahi-684705
HIGHLIGHTS
  • 8 ફેબ્રુઆરીથી ઝાકળનો નવો રાઉન્ડ આવી શકે છે

Weather Expert Paresh Goswami Ni Agahi: ઉત્તરના પર્વતિય પ્રદેશોમાંથી ઉપરાછાપરી આવી રહેલા પશ્ચિમી વિક્ષોપની અસરના કારણે ગુજરાતના હવામાનમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.

ભરશિયાળે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે, તો કોઈ-કોઈ ઠેકાણે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં માવઠા, ઝાકળના રાઉન્ડ અને ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.

10 ફેબ્રુઆરી સુધી માવઠાની કોઈ શક્યતા નહીં
વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાપટા નોંધાયા હતા. જ્યારે આજે પણ ગુજરાતના સિમિત વિસ્તાર એટલે કે મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ભાગોમાં ઝાપટાની શક્યતા છે. જે પ્રમાણે સિમિત વિસ્તારોમાં ઝાપટા નોંધાયા પણ છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વાદળ જોવા મળ્યા હતા. હવે આવનારા દિવસોમાં એટલે કે આગામી 10 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી. આથી હાલ પુરતી ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

8 ફેબ્રુઆરીથી ઝાકળનો નવો રાઉન્ડ આવશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, છેલ્લા 3-4 દિવસથી ઝાકળનો રાઉન્ડ ચાલી રહ્યો હતો, જેમાં આવતીકાલથી મોટી રાહત મળશે. જો કે આગામી 8મી ફેબ્રુઆરીથી ઝાકળનો નવો રાઉન્ડ આવશે. જે 3 થી 4 દિવસ સુધી રહી શકે છે.

ઠંડીનો રાઉન્ડ નહીં આવે, ડબલ ઋતુ રહેશે
પવન અને ઠંડી અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હજુ પણ રાજ્યમાં શિયાળું પવન રહેવાથી ઠંડી જોવા મળશે. આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નીચું આવી શકે છે. જેના કારણે ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે, પરંતુ તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવવાની હાલ કોઈ શક્યતા નથી.

આમ પણ શિયાળો હવે વિદાય લેવાનો હોવાથી સામાન્ય ઠંડી રહેશે. એટલે કે લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચુ જોવા મળશે. જેના કારણે દિવસના સમયે ગરમીના કારણે ઉનાળાનો અહેસાસ થાય, જ્યારે વહેલી સવારે અને રાતના સમયે સામાન્ય ઠંડીનો ચમકારો રહે. આમ આગામી દિવસોમાં ડબલ ઋતુ જોવા મળશે.