Re-NEET Exam 2026: ગુજરાતના 211 કેન્દ્રો પર આજે NEET-UG રી-એક્ઝામ, પેપર સુરક્ષા માટે પહેલીવાર CISF તૈનાત, જાણો

ગુજરાતમાં આજે 21 જૂને 79,411 વિદ્યાર્થીઓ માટે NEET-UG રી-એક્ઝામ યોજાઈ રહી છે, જેમાં પેપર લીક અટકાવવા CISF અને ડ્રોન સહિતનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 08:49 AM (IST)Updated: Sun, 21 Jun 2026 08:49 AM (IST)
neet-ug-re-exam-2026-updates-guidelines-cisf

Re-NEET Exam 2026: મે મહિનામાં લેવાયેલી NEET-UG પરીક્ષાનું પેપર લીક થયા બાદ, આજે 21 જૂન, રવિવાર સમગ્ર ગુજરાતમાં ફરીથી Re-NEET 2026 પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ વખતે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા 'લોખંડી બંદોબસ્ત' ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 79,411 વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે આ મહત્ત્વની પરીક્ષા પર નિર્ભર છે.

પ્રથમવાર પ્રશ્નપત્રોની હેરફેર અને સુરક્ષાની જવાબદારી CISF ને સોંપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્રમાં પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે રેલ્વે અને એસટી વિભાગે વ્યવસ્થા ગોઠવી છે.

રાજ્યમાંથી 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાતના મુખ્ય શહેરોમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદના 23 સેન્ટર પર 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સુરતનાં 22 કેન્દ્રોમાં 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે વડોદરાના 17 કેન્દ્રો પર 6,048 વિદ્યાર્થીઓ, રાજકોટમાં 12 કેન્દ્રો પર 5,330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતના 211 કેન્દ્રો પર 79,411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

NTA એ જારી કરેલ પરીક્ષાનો સમય અને નિયમ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સમયપત્રક મુજબ વિદ્યાર્થીઓએ સમયસર પહોંચવું અનિવાર્ય છે.

  • પરીક્ષાનો સમય: બપોરે 02:00 વાગ્યાથી સાંજે 05:15 વાગ્યા સુધી.
  • રિપોર્ટિંગ અને એન્ટ્રીનો સમય: વિદ્યાર્થીઓને સવારે 11:00 વાગ્યાથી બપોરે 01:30 વાગ્યા સુધી જ કેન્દ્રમાં પ્રવેશ મળશે.

વિદ્યાર્થીઓએ સમયસર પહોંચવું જરુરી છે. બપોરે 01:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં કેન્દ્રની અંદર એન્ટ્રી આપવામાં આવશે નહીં, તેથી સમયસર પહોંચવું અનિવાર્ય છે.

NEET-UG 2026 પેપર પેટર્ન

આજે લેવાનારી રી-એક્ઝામ કુલ 720 ગુણની રહેશે, જેમાં મલ્ટિપલ ચોઈસ (MCQ) પ્રકારના 180 પ્રશ્નો પૂછવામાં આવશે:

  1. જીવવિજ્ઞાન: 90 પ્રશ્નો (360 ગુણ)
  2. ભૌતિકશાસ્ત્ર: 45 પ્રશ્નો (180 ગુણ)
  3. રસાયણશાસ્ત્ર: 45 પ્રશ્નો (180 ગુણ)
  4. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ: દરેક સાચા જવાબ માટે +4 ગુણ મળશે, જ્યારે દરેક ખોટા જવાબ દીઠ ગુણ (-1) કાપવામાં આવશે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા: ડ્રોન કેમેરા અને એરફોર્સની મદદ

પેપર લીકની ઘટના ફરી ન બને તે માટે આ વખતે ગુજરાત પોલીસ અને એજન્સીઓ એક્શન મોડમાં છે:

  • રાજકોટમાં હવાઈ માર્ગે પેપર: રાજકોટમાં ડિજિટલ લોક સાથે એરફોર્સના જવાનો મારફત હવાઈ માર્ગે પેપર લાવવામાં આવ્યા છે.
  • ડ્રોન અને CCTV મોનિટરિંગ: અમદાવાદના તમામ 23 સેન્ટરોની આસપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે. લાઈવ પોલીસ કંટ્રોલ રૂમથી દરેક ગતિવિધિ પર વોચ રખાશે.
  • સાયબર ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ: પરીક્ષાને લગતી કોઈ અફવા સોશિયલ મીડિયા પર ન ફેલાય તે માટે સાયબર ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે.
  • વિજિલન્સ સ્ક્વોડ: પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા દરેક સેન્ટર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત રહેશે.

NTA ડ્રેસ કોડ અંગે સ્પષ્ટતા

આજ રોજ લેવનારી પરીક્ષામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ડ્રેસ કોડ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં તેણે સ્પષ્ટતા કરી છે કે,

વિદ્યાર્થીઓ હિજાબ, પાઘજી, સિંદૂર, મંગળસૂત્રલકે અન્ય ધાર્મિક પ્રતિકો પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ, આવા તમામ ઉમેદવારોએ પ્રોપર સ્ક્રીનિંગ અને સુરક્ષા તપાસ માટે નક્કી કરેલા સમય કરતાં થોડું વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.

વિદ્યાર્થીઓ માટે રેલવે અને એસટી (ST) ની ખાસ સુવિધા

NEET-UG પુન:પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની વધારાની મુસાફરનીને ધ્યાને લેતાં એસ.ટી વિભાગ અને રેલવે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જેમાં પશ્ચિમ રેલ્વે એ ત્રણ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

  • મણિનગર–બાંદ્રા ટર્મિનસ
  • ઓખા–ગાંધીનગર કેપિટલ
  • ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ

અમદાવાદ પોલીસે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં કોઈ અગવડતા ન પડે માટે, ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રો પર નજર રખાશે. તેમજ આ માટે ખાસ નંબંરો પણ જાહેર કરવામાં આવ્યા છે.

  • 07925630100
  • 07925630200