Lord Buddha: ભારતના સાંસ્કૃતિક વારસા અને બૌદ્ધ ધર્મના ઈતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. ગુજરાતના શામળાજી પાસે આવેલા દેવની મોરી સ્તૂપમાંથી મળી આવેલા ભગવાન બુદ્ધના અત્યંત પવિત્ર અસ્થિ અવશેષો (Holy Relics) આજે તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય જાહેર પ્રદર્શન યાત્રા માટે શ્રીલંકા જવા રવાના થઈ રહ્યા છે.
#WATCH | Delhi | The holy Devnimori relics of Lord Buddha, which are travelling for the first-ever international exposition to Sri Lanka, will depart from Delhi airport today. These will be placed at the Gangaramaya Temple in Colombo.
— ANI (@ANI) February 4, 2026
Visuals from Delhi airport pic.twitter.com/u4q5FMP0S0
Namo Buddhaya🙏
— India in Sri Lanka (@IndiainSL) February 4, 2026
The chanting ceremony underway @NMnewdelhi, 🇮🇳 as the Holy Devnimori Relics of Lord Buddha prepare to arrive in 🇱🇰 for their first-ever international public exposition today.
📍Gangaramaya Temple, Colombo
Public veneration 🙏 opens 5-11th Feb pic.twitter.com/DqUIK15Vm8
- ભવ્ય વિદાય સમારોહ: નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે આ પવિત્ર અવશેષોને વિદાય આપવા માટે ભવ્ય મંત્રોચ્ચાર અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
- ઐતિહાસિક ક્ષણ: આ પ્રથમ અવસર છે જ્યારે 'દેવની મોરી' ના પવિત્ર અવશેષોને ભારતની બહાર કોઈ અન્ય દેશમાં જાહેર દર્શનાર્થે લઈ જવામાં આવી રહ્યા છે.
- શ્રીલંકામાં પ્રદર્શન: આ પવિત્ર અસ્થિ અવશેષો કોલંબોના વિખ્યાત ગંગારામયા મંદિર (Gangaramaya Temple) ખાતે રાખવામાં આવશે.
- દર્શનનો સમયગાળો: શ્રીલંકાના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે 5 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી આ અવશેષોનું જાહેર પ્રદર્શન અને પૂજન ખુલ્લું રહેશે.
દેવની મોરી અવશેષોનું મહત્વ:
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા દેવની મોરી ખોદકામ દરમિયાન મળી આવેલા આ અવશેષો પુરાતત્વીય અને ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વના માનવામાં આવે છે. ભારત સરકારના આ પગલાથી ભારત અને શ્રીલંકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને સમાન બૌદ્ધ વારસો વધુ મજબૂત બનશે.
