Kesar Mango Price In Ahmedabad: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદના માર્કેટ યાર્ડમાં પણ કેરીનું આગમન થઈ ગયું છે. અમદાવાદના માર્કેટમાં અત્યારે હાફૂસ, સુંદરી અને પાયરી કેરીનું વેચાણ થઈ રહ્યું છે. જેથી કેરીના સ્વાદના રસિકોમાં આનંદ છે.
હાફૂસ કેરીના 10 કિલોના કેરીના બોક્સનો ભાવ 900થી 1300 રૂપિયા જોવા મળ્યો છે. તો આગામી 10 એપ્રિલથી અમદાવાદમાં કેસર કેરી વેચાણ માટે આવી જશે. આ ઉપરાંત અત્યારે માર્કેટમાં રત્નાગિરી હાફૂસ, સુંદરી અને પાયરીનું વેચાણ થઈ રહ્યું છે. મહત્ત્વનું છે કે, આ કેરીની ક્વોલિટીને આધારે 500થી 1000 રૂપિયા એક ડઝને વેચાણ થઈ રહ્યું છે.
