Gujarat Weather Update: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પગલે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે નવસારી અને સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી 27 જૂન સુધી રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે 21 જૂનના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 27 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ સોલાપુર અને હૈદરાબાદ થઈને આગળ વધી રહ્યું છે અને 23 જૂન 2026 સુધીમાં તે મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ વિસ્તારોમાં પહોંચવા માટે અનુકૂળ સ્થિતિ છે. પંજાબથી બિહાર સુધી ફેલાયેલ નીચા દબાણના પટ્ટા અને ગુજરાત નજીક રિયાઈ દબાણને કારણે આગામી દિવસોમાં વરસાદની ગતિ વધવાની શક્યતા છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે 21 જૂન 2026ના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

22 જૂનના રોજ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી
22 જૂન 2026ના રોજ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

23 જૂનના રોજ આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
23 જૂન 2026ના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી,વલસાડ, બોટદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
24થી 27 જૂન કયા જિલ્લાઓમાં વરસાદ થઇ શકે
24થી 27 જૂન 2026 દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 27 જૂન સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
આજે બપોર સુધી ચાર તાલુકામાં મેઘાવી માહોલ
આજે બપોરે 12 વાગ્યા સુધી ચાર તાલુકામાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. જેમાં બારડોલીમાં 9 મિ.મી., ચીખલીમાં 5 મિ.મી., અંબિકામાં 3 મિ.મી. અને નવસારીમાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું
ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં 5.8 km ની ઊંચાઈએ સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણાથી અરબી સમુદ્ર સુધી લંબાયેલી ટ્રફ લાઇન હવે નબળી પડી ગઈ છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, વાતાવરણમાં સર્જાયેલી આ સિસ્ટમો હવે વિખેરાઈ ગઈ છે. હાલ સમગ્ર રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

