Loading...

Gujarat Weather Forecast: આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી, 6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, જાણો હવામાનની આગાહી

12 અને 13 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો ફરીથી 2 થી 3 ડિગ્રી સુધી ગગડશે. જેના પરિણામે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 12 Jan 2026 06:00 AM (IST)Updated: Mon 12 Jan 2026 10:14 AM (IST)
gujarat-weather-forecast-today-cold-wave-alert-in-kutch-gujarat-to-face-colder-days-after-two-days-672387

Gujarat Weather Today: ગુજરાતમાં કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD Department) દ્વારા આગામી 48 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં શીત લહેર (કોલ્ડવેવ) ની આગાહી કરવામાં આવી છે, જેને પગલે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે. જોકે, રાજ્યના અન્ય ભાગોમાં આ સમયગાળા દરમિયાન તાપમાનમાં નજીવો વધારો જોવા મળી શકે છે. પરંતુ, ત્યારબાદના બે દિવસમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો ગગડતાં સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 14.8 ડિગ્રી, અમરેલીમાં 9.7, વડોદરામાં 14.2, ભાવનગરમાં 13.8, ભુજમાં 8.6, ડીસામાં 11.3, દ્વારકાામં 14.2, કંડલામાં 12, નલિયામાં 6, ઓખામાં 17.3, પોરબંદરમાં 15.4, રાજકોટમાં 10.3, સુરતમાં 14.4, વેરાવળમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

ગઇકાલે અનુભવાઇ હતી હાડ થીજવતી ઠંડી

ગઇકાલે રાજ્યભર(Gujarat weather)માં અતિ શીતળ પવન અને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. કચ્છનું નલિયા 3.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યાં પણ મોડી રાત્રિ અને વહેલી સવારે લોકોએ ઠંડીનો તીવ્ર અહેસાસ કર્યો હતો.

હવામાન વિભાગની શું છે આગાહી?

હવામાન વિભાગ(weather department forecast) દ્વારા આજે જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો સામાન્ય વધારો થઈ શકે છે. આ સમયગાળામાં કચ્છ સિવાય અન્યત્ર કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે.

ત્યારબાદના બે દિવસ એટલે કે, 12 અને 13 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો ફરીથી 2 થી 3 ડિગ્રી સુધી ગગડશે. જેના પરિણામે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે અને લોકોએ તીવ્ર ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે 12 અને 13 જાન્યુઆરી દરમિયાન કચ્છમાં કોલ્ડવેવ(Cold Wave)ની આગાહીને યથાવત રાખી છે અને આ માટે યલો એલર્ટ જારી કર્યું છે. નાગરિકોને ઠંડીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો પહેરવા અપીલ કરવામાં આવી છે.

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
શહેર9-Jan10-Jan11-Jan
અમદાવાદ27.62726.7
ડીસા27.124.426.7
ગાંધીનગર27.72627.2
વલ્લભ વિદ્યાનગર26.126.327.5
વડોદરા28.22828.8
સુરત29.228.130.4
ભુજ2526.623.7
નલિયા24.22424.1
કંડલા પોર્ટ25.624.624.6
અમરેલી26.7027.5
ભાવનગર25.627.227.3
દ્વારકા25.425.524.6
ઓખા23.623.823.2
પોરબંદર26.526.626.8
રાજકોટ2827.428.8
વેરાવળ28.727.829.2
સુરેન્દ્રનગર2625.327.8
મહુવા2827.428.8
કેશોદ25.626.126.6

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેર9-Jan10-Jan11-Jan
અમદાવાદ11.71211.6
ડીસા10.110.412
ગાંધીનગર10.810.59.5
વલ્લભ વિદ્યાનગર14.213.213
વડોદરા1413.612.4
સુરત1514.614
ભુજ11.210.29
નલિયા4.86.43.8
કંડલા પોર્ટ11.912.612.2
અમરેલી8.68.47.6
ભાવનગર13.813.412
દ્વારકા14.213.813.6
ઓખા17.517.316.8
પોરબંદર12.811.111.5
રાજકોટ9.4108.9
વેરાવળ16.314.915.5
સુરેન્દ્રનગર11.210.510
મહુવા12.713.112.6
કેશોદ10.69.38.5