Loading...

Gujarat Weather Forecast: ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારે આંશિક ઠંડી અને બપોરે ગરમી અનુભવાશે, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં રાજ્યમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ ગઈ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 05 Feb 2026 06:00 AM (IST)Updated: Thu 05 Feb 2026 06:00 AM (IST)
gujarat-weather-alert-is-winter-over-no-major-temp-change-for-7-days-685815

Gujarat Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં હાલ જોવા મળી છે. વાદળછાયુ વાતવરણ અને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. જેના પગલે રાત્રીના સમયે આંશિક ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં રાજ્યમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ ગઈ છે અને તે પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી ગયું છે. 11 ફેબ્રુઆરી, 2026 સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં પણ આગામી 7 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો માટે આવતીકાલ સવાર સુધી આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ છે.

આગામી એક સપ્તાહમાં બે પશ્ચિમી વિક્ષોભ અસર કરશે

હિમાલયના પશ્ચિમી વિસ્તારોમાં એક પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) સક્રિય છે. જેના કારણે 5 અને 6 ફેબ્રુઆરીએ પહાડો પર હળવો વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. આ પછી, 9 અને 10 ફેબ્રુઆરીએ પણ પશ્ચિમી હિમાલયન ક્ષેત્રમાં વરસાદ અને બરફવર્ષાનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે. કુલ મળીને આગામી એક સપ્તાહમાં બે પશ્ચિમી વિક્ષોભ અસર કરશે. ઉત્તર ભારતમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહી શકે છે.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાદળોની હાજરી જોવા મળી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છૂટાછવાયા નીચા અને મધ્યમ સ્તરના વાદળો (Scattered Low/Medium Clouds) જોવા મળ્યા છે. જોકે, ગુજરાતમાં હાલ કોઈ મોટી ચેતવણી અથવા તીવ્ર વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેથી માવઠાની શક્યતા નથી.

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું લઘુત્તમ તામપાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
શહેર2-Feb3-Feb4-Feb
અમદાવાદ30.129.629.7
ડીસા30.431.131.4
ગાંધીનગર30.129.229.5
વલ્લભ વિદ્યાનગર29.329.929.5
વડોદરા31.430.830.4
સુરત33.633.634.6
ભુજ31.23130.5
નલિયા31.231.531
કંડલા પોર્ટ30.628.729.5
અમરેલી31.130.529.9
ભાવનગર30.129.629.4
દ્વારકા30.53029
ઓખા26.82726.9
પોરબંદર32.432.432.8
રાજકોટ33.832.332.3
વેરાવળ333333.2
સુરેન્દ્રનગર31.530.730.7
મહુવા31.831.632.4
કેશોદ30.831.431.3

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેર2-Feb3-Feb4-Feb
અમદાવાદ19.519.218.7
ડીસા1715.915.2
ગાંધીનગર19.218.218.4
વલ્લભ વિદ્યાનગર20.619.218.4
વડોદરા20.419.819.6
સુરત19.61920.6
ભુજ15.615.815.8
નલિયા12.51213.1
કંડલા પોર્ટ1817.918
અમરેલી18.61618
ભાવનગર20.319.220.8
દ્વારકા17.817.818.9
ઓખા19.819.219.6
પોરબંદર16.216.616.3
રાજકોટ1715.416.4
વેરાવળ20.521.322
સુરેન્દ્રનગર1917.317.8
મહુવા19.617.919.1
કેશોદ17.81616.8