Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પક્ષે વ્યૂહાત્મક રીતે જે વોર્ડમાં વિવાદ ઓછો હતો, ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીને પ્રચારમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
યાદીનું વિશ્લેષણ: કયા શહેરમાં કેટલા ઉમેદવારો?
કોંગ્રેસે આ વખતે વહેલી પસંદગી કરીને ભાજપ સામે પ્રચારમાં સરસાઈ મેળવવાનો વ્યૂહ અપનાવ્યો છે. શહેરવાર જાહેર થયેલા નામોની સંખ્યા નીચે મુજબ છે.
- અમદાવાદ (AMC): સૌથી વધુ 93 ઉમેદવારો
- રાજકોટ (RMC): 40 ઉમેદવારો
- સુરત (SMC): 26 ઉમેદવારો
- ભાવનગર (BMC): 25 ઉમેદવારો
- મોરબી (Newly Formed MC): 23 ઉમેદવારો
- જામનગર (JMC): 18 ઉમેદવારો
- વડોદરા (VMC): 18 ઉમેદવારો
અમદાવાદમાં જૂના જોગીઓ પર ભરોસો
અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસે પોતાના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ધારાસભ્યો અને પૂર્વ કોર્પોરેટરોની પસંદગી પર મહોર મારી છે.
- દાણીલીમડા: શહેઝાદ ખાન (રિપીટ)
- દરિયાપુર: નીરવ બક્ષી (રિપીટ)
- ચાંદખેડા: રાજશ્રીબેન કેસરી (રિપીટ)
- અમરાઈવાડી: જગદીશ રાઠોડ
- સરદારનગર: આમ આદમી પાર્ટી (AAP) છોડીને કોંગ્રેસમાં આવેલા ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપીને પક્ષે આશ્ચર્યજનક નિર્ણય લીધો છે.
અમદાવાદના કોંગ્રેસના ઉમેદવારોની સંપૂર્ણ યાદી જુઓ






ચૂંટણી કાર્યક્રમ પર એક નજર
- જાહેરનામું: 6 એપ્રિલ, 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
- મતદાન: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6)
- પરિણામ: 28 એપ્રિલ, 2026
