Ahmedabad News: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત 7 મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં કુલ 243 ઉમેદવારોના નામ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 93 ઉમેદવારો, જામનગર મહાનગરપાલિકામાં 18 ઉમેદવારો, ભાવનગર મહાનગરપાલિકામાં 25 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. રાજકોટમાં 39 ઉમેદવારોને અને સુરત મહાનગરપાલિકામાં 26 ઉમેદવારો, વડોદરામાં 11 ઉમેદવારો અને મોરબીમાં 23 ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે કઇ મહાનગરપાલિકાના કયા વોર્ડ પર કોને આપી ટિકિટ









