GSRTC Conductor Recruitment 2026 Apply Online: ગુજરાતમાં સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહેલા યુવાનો માટે સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વર્ષ 2026 માટે કંડક્ટરની પોસ્ટ પર બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. GSRTC દ્વારા કુલ 4,318 ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક પુરુષ અને મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પે કરારના ધોરણે નિમણૂક આપવામાં આવશે.
GSRTC કંડક્ટર ભરતી 2026ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) | ||
| પોસ્ટનું નામ | કંડક્ટર | ||
| કુલ ખાલી જગ્યાઓ | 4318 | ||
| પગાર | રૂ. 26,000/- પ્રતિ માસ (5 વર્ષ માટે ફિક્સ) | ||
| નોકરી સ્થાન | ગુજરાત, ભારત | ||
| અરજી કરવાની રીત | ઓનલાઇન | ||
| સત્તાવાર વેબસાઇટ | gsrtc.in | ||
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 6 જૂન, 2026 | ||
| ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | 5 જુલાઈ, 2026 (23:59 કલાક સુધી) | ||
| ફી ચુકવણી વિન્ડો બંધ થવાની તારીખ | 7 જુલાઈ, 2026 (23:59 કલાક સુધી) | ||
| પરીક્ષા તારીખ | ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે |
| કેટેગરી | પુરુષ (સામાન્ય) ખાલી જગ્યાઓ | મહિલા ખાલી જગ્યાઓ | કુલ |
| બિન અનામત (સામાન્ય) | 1562 | 768 | 2330 |
| EWS (આર્થિક રીતે નબળો વર્ગ) | 308 | 151 | 459 |
| SEBC (OBC) | 565 | 278 | 843 |
| અનુસૂચિત જાતિ (SC) | 147 | 71 | 218 |
| અનુસૂચિત જનજાતિ (ST) | 314 | 154 | 468 |
| ભૂતપૂર્વ સૈનિકો (હોરિઝોન્ટલ) | – | – | 431 |
| દિવ્યાંગ / પીડબ્લ્યુડી (હોરિઝોન્ટલ) | – | – | 90 |
| કુલ | – | – | 4318 |
| વિષય | ગુણ |
| સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન પ્રવાહો (ધોરણ 12 કક્ષા) | 20 ગુણ |
| કોમ્પ્યુટર ઉપયોગનું મૂળભૂત જ્ઞાન | 20 ગુણ |
| ગુજરાતી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા) | 10 ગુણ |
| અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા) | 10 ગુણ |
| ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ (ધોરણ 12 કક્ષા) | 10 ગુણ |
| માર્ગ સલામતી (Road Safety) | 10 ગુણ |
| GSRTC કોર્પોરેટ માહિતી, ટિકિટ અને સામાન ભાડાની ગણતરી | 10 ગુણ |
| મોટર વહાન અધિનિયમ, પ્રાથમિક સારવાર (First Aid) અને કંડક્ટરની ફરજો | 10 ગુણ |
