Adani Mangal Seva Sankalp: દિવા અને જીત અદાણીના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. લગ્ન સમયે કરેલા સંકલ્પને અનુસરતા દિવા અને જીત અદાણીએ પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી દિવ્યાંગ મહિલાઓ સાથે કરી હતી. આ સાથે તેમણે નવવિવાહિત દિવ્યાંગ બહેનોને આર્થિક સહાય આપવાનો કરેલો સંકલ્પ પણ પાળ્યો હતો.
જીત અને દિવા અદાણીનો "મંગલ સેવા" સંકલ્પ
ગત વર્ષે આજના દિવસે જીત અને દિવા અદાણીએ 'મંગલ સેવા' નો સંકલ્પ લીધો હતો. આ શુભ પ્રસંગે તેમણે સંકલ્પ કર્યો હતો કે દર વર્ષે 500 નવવિવાહિત દિવ્યાંગ બહેનોને મદદરૂપ થશે. જેમાં પ્રત્યેક બહેનને રૂપિયા 10 લાખની આર્થિક સહાય આપવાનો સંકલ્પ લીધો હતો. જીત અને દિવા અદાણી આજે પણ એ જ સમર્પણ સાથે આગળ વધી રહ્યો છે. તે મારા માટે અત્યંત સંતોષ અને કૃતજ્ઞતાનો વિષય છે.

દિવ્યાંગ મહિલાઓ સંગ ઉજવી લગ્નની વર્ષગાંઠ
દિવ્યાંગોના શ્રેયાર્થની જીત અને દિવા અદાણીની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું માધ્યમ બનાવી આ મંગલ ઉત્સવની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક સ્મરણીય ક્ષણ કરતાં વેંત વધીને યોજાયેલા આ મેળાવડાએ શાંત ચિત્તે લીધેલા સંકલ્પની પૂરા માન સાથે પૂર્તિ કરી છે, તે સિદ્ધ કર્યું હતું.
પ્રતિ વર્ષ 500 દિવ્યાંગ મહિલાના સેવાર્થે લેવાયેલો સંકલ્પ
પ્રતિ વર્ષ 500 દિવ્યાંગ મહિલાઓને ગૌરવ, સ્થિરતા અને સશક્ત બનાવવાની ખાતરી આપવાના વ્યક્તિગત સંકલ્પ સાથે આરંભાયેલી આ કલ્યાણકારી પહેલ એક માળખાગત સામાજિક સુરક્ષા કાર્યક્રમમાં પરિવર્તિત થઈ હતી. અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી મંગલ સેવા 25 થી 40 વર્ષની દિવ્યાંગ મહિલાઓને પ્રોજેક્ટ પાર્ટનર યુથ ફોર જોબ્સ તરીકે યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડ મારફત પ્રસ્થાપિત કરે છે.
પ્રત્યેક દિવ્યાંગ મહિલાને રૂપિયા 10 લાખની FD
અદાણી મંગલ સેવાના અભિયાન હેઠળ પ્રત્યેક લાભાર્થીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે બેંકિંગ ભાગીદારીમાં બનાવવામાં આવેલ રૂ. 10 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ આપવામાં આવે છે. આ વ્યવસ્થા 10 વર્ષ બાદ મુખ્ય રકમની પહોંચ સાથે ખાતરીપૂર્વક માસિક આવક પૂરી પાડતી હોવાથી લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. વાર્ષિક 500 દિવ્યાંગ મહિલાઓને મજબૂત નાણાકીય આધાર આપતી આ પહેલની અસરને ટકાવી રાખવા માટે વાર્ષિક રૂપિયા 50 કરોડનું ભંડોળ ફાળવવામાં આવે છે.

'સેવા હી સાધના હૈ' મતલબ અવિરત સેવા, શિસ્તબદ્ધ અને પ્રતીકવાદ કરતાં મૂળમાં જવાબદારી હોવી જોઈએ તેવી અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની માન્યતાથી પ્રેરિત અદાણી મંગલ સેવાને માર્ગદર્શન આપતી આ વયક્તિક ફિલસૂફીએ આ પહેલની રચના અને તેના અમલીકરણને આકાર આપવા સાથે એક પારિવારિક સીમાચિહ્નને સતત સામાજિક પ્રતિબદ્ધતામાં રૂપાંતરિત કરી છે.
ગૌતમ અદાણીએ શુભકામનાઓ પાઠવી
જીત અને દિવા અદાણી તેમના વૈવાહિક જીવનનું એક વર્ષ પૂર્ણ કરી રહ્યા હોવાના સુખદ અવસરે ગૌતમ અદાણીએ ટ્વીટ કરી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે લખ્યું કે, "જ્યારે કોઈ દીકરીના જીવનમાં સૂકૂન અને આત્મવિશ્વાસ પાછો ફરે છે, ત્યારે જે તૃપ્તિ થાય છે તેની સામે દુનિયાની મોટામાં મોટી સિદ્ધિ અને વૈભવ પણ નાના લાગે છે. એક પિતા તરીકે હું મારી જાતને ધન્ય માનું છું કે મારા બાળકો પોતાની ખુશીઓ સાથે અનેક પરિવારોના જીવનમાં પણ આશા અને સૂકૂન ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છે."
અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "આજનો આ પ્રસંગ મારા માટે સવિશેષ ખૂબ ભાવનાત્મક તથા ગૌરવભર્યો છે. આજે આપણે અહીં માત્ર એક ઉત્સવ માટે એકઠા નથી થયા. પરંતુ માનવીય ગૌરવ, આશા, સપનાઓ અને સશક્તિકરણના મહોત્સવ માટે મળી રહ્યા છીએ. અદાણી મંગલ સેવા પહેલની પ્રેરણા એક સુંદર વિચારમાંથી ઉદભવી છે. આ ચિંતન વ્યક્તિગત આનંદને સમાજ કલ્યાણમાં પરિવર્તિત કરવાનું છે."
ડૉ. પ્રીતિ અદાણીએ વધુમાં કહ્યું કે," જીવનમાં જ્યારે સુખદ ક્ષણ આવે ત્યારે તે સુખને સમાજ વચ્ચે વહેંચવું એજ સાચી સેવા છે, તેથી જ મારા માટે અદાણી મંગલ સેવા અત્યંત વ્યક્તિગત છે. આ ફક્ત એક યોજના નથી, પણ એક સંવેદના છે, એક ભરોસો છે કે પ્રત્યેક સ્ત્રીમાં અપરંપાર શક્તિ વસે છે. દિવ્યાંગ હોવું એ કોઈ મર્યાદા નથી. પરંતુ તેમાં જીવનને અલગ દ્રષ્ટીથી નિરખવાની ક્ષમતા છે. આજે અહીં બેસેલી મારી દરેક વહાલી બહેન આ વાતનું જીવંત ઉદાહરણ છે."

જીત અદાણીએ ભાવવાહી સ્વરે કહ્યું હતું કે, "મંગલ સેવાએ અમને શીખ આપી છે કે ક્યારેક સૌથી મોટો ટેકો એ બની રહે છે જે શાંતિથી, સ્થિર, ભરોસાપાત્ર અને આદરણીય બની નેપથ્યમાં રહે છે. અમારા માટે આ એવી વસ્તુ નથી, જે અમે પૂર્ણ કરીને આગળ વધીએ. આ એક જવાબદારી છે જેને અમે આગળ ધપાવીએ છીએ."
દિવા અદાણીએ પોતાની લાગણી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, "અદાણી મંગલ સેવા વિશ્વાસના પાયા ઉપર નિર્માણ થયેલી છે. અને સુરક્ષાના આવરણથી તે ટકી રહેશે તેવી અમોને શ્રધ્ધા અને ગૌરવ છે."
મહિલાઓને FD પ્રમાણપત્રોનું વિતરણ
આ પ્રસંગે લાભાર્થી દિવ્યાંગ મહિલાઓને ફિક્સ્ડ ડિપોઝિટના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા ભાતીગળ ગરબાની પ્રસ્તુતિ અને ફ્યુઝન સંગીત સહિત ભાગીદારી અને ગૌરવ પર ભાર મૂકતી સાંસ્કૃતિક કલાકૃતિની રજૂઆત કરવામાં આવી હતી.
