Ahmedabad to Ekta Nagar Train: અમદાવાદથી એકતા નગર વચ્ચે દોડતી સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન; જાણો ભાડું, સમય અને ખાસિયતો

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી એકતા નગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) વચ્ચે દોડતી સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનનું ભાડું, સમયપત્રક અને આધુનિક સુવિધાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 19 Jun 2026 02:52 PM (IST)Updated: Fri, 19 Jun 2026 03:09 PM (IST)
ahmedabad-to-ekta-nagar-steam-heritage-special-train-ticket-fare-timings-and-top-features

Ahmedabad to Ekta Nagar Train Ticket Price and Timings: પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓ માટે અમદાવાદથી એકતા નગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) વચ્ચે 'સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન' ચલાવવામાં આવે છે. આ વિશેષ ટ્રેન મુસાફરોને જૂના જમાનાની સ્ટીમ (વરાળ) ટ્રેનના રોમાંચની સાથે વર્તમાન સમયની પ્રીમિયમ આધુનિક સુવિધાઓનો અદભુત સંગમ પૂરો પાડે છે. જો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ ટ્રેનની સફર તમારા પ્રવાસને વધુ યાદગાર બનાવી શકે છે.

ટ્રેનનો સમય અને રૂટ શું છે?

આ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન માત્ર સપ્તાહના અંતમાં એટલે કે દર શનિવાર અને રવિવારે દોડે છે.

અમદાવાદથી એકતા નગર: આ ટ્રેન સવારે 6:10 વાગ્યે અમદાવાદથી રવાના થાય છે અને 10:00 વાગ્યે એકતા નગર પહોંચે છે. વચ્ચે વડોદરા સ્ટેશન પર સવારે 8:07 વાગ્યે 5 મિનિટ માટે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

એકતા નગરથી અમદાવાદ: પરત ફરતી વખતે, આ ટ્રેન એકતા નગરથી રાત્રે 8:30 વાગ્યે ઉપડે છે અને મધ્યરાત્રિએ 12:15 વાગ્યે અમદાવાદ પહોંચે છે. વળતી મુસાફરીમાં વડોદરા સ્ટેશને રાત્રે 9:59 વાગ્યે 5 મિનિટનું રોકાણ કરે છે.

મુસાફરીનું અંતર અને ટિકિટ ભાડું કેટલું છે?

અમદાવાદથી એકતા નગર વચ્ચેનું અંતર આશરે 181 કિલોમીટર છે. આ એક તરફની (વન-વે) મુસાફરી માટે મુસાફરે 890 રૂપિયા ભાડું ચૂકવવાનું રહે છે.

કેવી રીતે કરાવે છે સ્ટીમ એન્જિન જેવો અહેસાસ?

આ હેરિટેજ ટ્રેન ખરેખર ઈલેક્ટ્રિક એન્જિન દ્વારા સંચાલિત છે, પરંતુ તેની ડિઝાઈન અને થીમ એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તે જૂના જમાનાની સ્ટીમ ટ્રેનની જેમ ધુમાડો ઉડાડવાનો અને સીટી વગાડવાનો અહેસાસ કરાવે છે. આ ટ્રેનના કોચનું ઇન્ટિરિયર ચેન્નઈના પેરમ્બૂર સ્થિત ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે