Loading...

Ahmedabad News: પેસેન્જરોને રિક્ષામાં બેસાડી લૂંટતી ગેંગનો પર્દાફાશ; સાણંદ પોલીસે મહિલા સહિત 4ને ઝડપી લીધા

રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી અને લૂંટ ચલાવતી ટોળકીને સાણંદ પોલીસે ઝડપી લીધી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sat 04 Apr 2026 05:05 PM (IST)Updated: Sat 04 Apr 2026 05:05 PM (IST)
ahmedabad-rickshaw-loot-gang-busted-sanand-police-arrest-4-accused-721666

Ahmedaba: મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી અને લૂંટ ચલાવતી ટોળકીને સાણંદ પોલીસે ઝડપી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા, મોબાઈલ અને લૂટના ઘરેણા મળી કુલ 3,11,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાણંદ પોલીસે લૂંટારુ ગેંગને ઝડપી

સાણંદ પોલીસે લૂંટારુ ગેંગ અંગે બાતમી મળી હતી. તેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, ઝડપાયેલા આરોપીઓમાં દિલીપ જખવાડિયા (મૂળ જૂનાગઢ), વિજય ફૂલજી પટણી, પ્રકાશ ઉર્ફે જાડિયો બટકો ઉર્ફે બકો ચમન મગન ઉર્ફે મંગા પટણી (અમદાવાદ), અને પૂનમબેન (અમદાવાદ)ને ઝડપી લેવાયા છે. આ ટોળકી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી અને લૂંટ કરતી હતી.

પોલીસે મુદ્દામાલ જપ્ત કર્ય

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે જાડિયો અગાઉ ગુજરાતના અલગ અલગ શહેરોમાં 18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ છે. આ ગેંગે બાવળામાં પણ લૂંટ કરી હોવાનું કબુલ્યું છે. પોલીસે ગુનામાં વપરાયેલી CNG રિક્ષા, મોબાઈલ ફોન, સોનાના બટન, અને છરી સહિત કુલ 2,3,11,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે હાલ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસ શરુ કરી છે.