Loading...

Ahmedabad Party Raid: હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટી પર સાણંદ પોલીસનો સપાટો, નિર્વાણા ગ્રીન્સમાંથી 81 યુવક-યુવતીઓ ઝડપાયા

અટકાયતમાં લેવાયેલા તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 05 Feb 2026 09:02 AM (IST)Updated: Thu 05 Feb 2026 12:09 PM (IST)
ahmedabad-nirvana-greens-alcohol-hookah-party-sanand-police-raid-81-people-detained-686026
HIGHLIGHTS
  • નિર્વાણા ગ્રીન્સમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટી પકડાઈ
  • સાણંદ પોલીસે રેડ કરી 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી
  • પોલીસે સ્થળ પરથી 10થી વધુ હુક્કા અને દારૂની બોટલો કબજે કરી

Ahmedabad Liquor Party Raid: તાજેતરમાં જ અમદાવાદના પંચવટી વિસ્તારમાં એક બિલ્ડિંગના ધાબા પર ચાલતી દારૂ પાર્ટીમાંથી 21 લોકો ઝડપાયા હતા. આવો જ એક કિસ્સા હાલમાં સાણંદની ગોરસ સીમ નજીક આવેલા 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ' માં બન્યો છે. અહીં ચાલતા હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પરથી 81 જેટલા યુવક-યુવતીઓ ઝડપાયા છે.

હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડા

અમદાવાદમાં ગોરસ સીમ નજીક આવેલા 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ'માં સાણંદ પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન અહીં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલમાંથી 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. ગોરજ ગામની સીમમાં સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતે મુંબઈના અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી કરવા પાર્ટીનું આયોજન કર્યું હતું. જે 'AV' 25મી એનિવર્સરીના નામે આ મહેફિલમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફૂડ કાઉન્ટર સાથે હુક્કા અને દારૂનું આયોજન

આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર, પોલીસે બાતમીના આધારે નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં રેડ કરી હતી. અહીં ફૂડ કાઉન્ટર સાથે 11 ટેબલ ગોઠવાયા હતા, જેના પર કેક, હુક્કા અને દારૂ પિરસવામાં આવ્યા હતા. પોલીસ રેડ પડતા જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે આ પાર્ટીમાં રેડ કરી 43 પુરુષ, 38 મહિલા એમ 81 લોકોની અટકાયત કરી કુલ 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

81 યુવક-યુવતીઓની અટકાયત

સાણંદ પોલીસે સ્થળ પરથી 81 યુવક-યુવતીઓની અટકાયત કરી છે, જેમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. પકડાયેલા લોકો પૈકી મોટાભાગના લોકોની ઉંમર 35 થી 40 વર્ષથી વધુ છે. તમામ લોકોને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા ઓળખ તપાસ અને કાર્યવાહી 

પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી અને આગળની કાર્યવાહી માટે તપાસ ઝડપી બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા 10 થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. અટકાયતમાં લેવાયેલા તમામ યુવાનોના મેડિકલ ટેસ્ટ ચાલુ છે, ઓળખ અને પૃષ્ઠભૂમિની તપાસ પણ ચાલી રહી છે.

ધાબા પર દારૂ અને હુક્કાની પાર્ટી

નોંધનીય છે કે, અમદાવાદ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલ 'સેન્ટેનિયલ વિસ્ટા' એપાર્ટમેન્ટના ધાબા પર વાસી ઉત્તરાયણની રાત્રે ચાલી રહેલી શરાબ અને હુક્કાની પાર્ટીમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 4 યુવતીઓ અને 17 યુવકો સહિત કુલ 21 લોકોને નશાની હાલતમાં ઝડપી લીધા છે.

પુરુષ કરતા મહિલાઓ વધારે પીધેલી નિકળી

અમદાવાદ એસપી ગ્રામ્યના ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે પોલીસ બાતમીના આધારે પહોંચી હતી. મુદ્દામાલ કબજે કરાયો છે અને તેમા 39 લોકો દારૂ પીધેલી હાલતમાં મળેલા હતા. તેમા 26 મહિલાઓ હતી. તમામ વિરૂધ ગુના દાખલ કરાયા છે. આ મુદ્દામાલ ક્યાંથી આવેલો છે તેની તપાસ ચાલી રહી છે. દારૂની પાંચ ભરેલી અને 20 ખાલી બોટલો મળી છે. હુકા મળ્યા છે, હુકામાં શું શું હતું તે અંગે એફએસએલ તપાસ થશે. પ્રતિક સાંઘી નામના વ્યક્તિની જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી.