Loading...

Ahmedabad News: બગોદરામાં મંદિર પરિસરમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, હત્યા કે આત્મહત્યા? પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે આવેલા એકલ માતા મંદિર પરિસરમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 06 Feb 2026 05:33 PM (IST)Updated: Fri 06 Feb 2026 05:33 PM (IST)
ahmedabad-news-bodies-of-young-man-and-woman-found-in-bagodra-temple-687061

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બગોદરામાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. બગોદરામાં આવેલા એકલમ માતા મંદિરના પરિસરમાંથી આ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બનાવની જાણ થતાં બગોદરા પોલીસ કાફલો પહોંચ્યો હતો. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. યુવક-યુવતીએ આત્મહત્યા કરી છે કે પછી હત્યા થઇ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે આવેલા એકલ માતા મંદિર પરિસરમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ હત્યા છે કે આત્મહત્યા, તે અંગે અનેક તર્ક-વિતર્કો સર્જાઈ રહ્યા છે.

બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, બગોદરાના એકલ માતા મંદિરના પરિસરમાં યુવક અને યુવતીનો મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિકો અને આસપાસના ગ્રામજનો આવી પહોંચ્યા હતા. મંદિર પરિસરમાંથી બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

મંદિરમાં મૃતદેહ મળ્યા હોવાની જાણ થતાં બગોદરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોઓને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરી છે. યુવક અને યુવતી કોણ છે તેની ઓળખ વિધિ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ આત્મહત્યા છે કે પછી હત્યા કરવામાં આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે.