Loading...

Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઇવે પર ટ્રક અકસ્માતમાં એકજ પરિવારના ત્રણના મોત, ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા

અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 05 Feb 2026 11:33 AM (IST)Updated: Thu 05 Feb 2026 11:33 AM (IST)
ahmedabad-highway-accident-3-family-members-killed-on-dholka-bagodara-road-686125

Ahmedabad Road Accident: આજે વહેલી સવારે ધોળકા-બગોદરા હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. અજાણ્યા વાહન સાથે આઇશર ટ્રક અથડાતા એકજ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ભારે જેહમત બાદ મૃતદેહો બહાર કઢાયા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

ટ્રકમાં સવાર પતિ-પત્ની અને પુત્રના મોત

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઇવે પરથી આજે સવારે આઇશર ટ્રક પસાર થઇ રહ્યો હતો. ધૂમ્મસભર્યા વાતાવરણમાં ટ્રક આગળ જઇ રહેલા એક અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઇ હતી. આગળ જઇ રહેલા વાહન સાથે અથડાતા ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ટ્રકમાં સવાર પતિ-પત્ની અને પુત્રના ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યાં હતા. અકસ્માત થયાની જાણ થતાં ત્યાંથી પસાર થઇ રહેલા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરાઇ

અકસ્માત થયાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. ટ્રકમાં ફસાયેલા મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના આ બનાવમાં આઇશર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફત સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અકસ્માત કરીને ફરાર થઇ ગયેલા વાહન ચાલકની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરાઇ છે.