TMKOC: OTT પર પણ 'તારક મહેતા'નો દબદબો; રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ને પછાડી મેળવ્યું ટોચનું સ્થાન

ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય અને સદાબહાર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) માત્ર ટીવી સ્ક્રીન પર જ નહીં, પરંતુ OTT પ્લેટફોર્મ પર પણ અવનવા રેકોર્ડ સર્જી રહ્યો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 27 May 2026 01:42 PM (IST)Updated: Wed, 27 May 2026 01:43 PM (IST)
web-series-review-jethalal-taarak-mehta-ka-ooltah-chashmah-beat-dhurandhar-as-most-watched-on-ott

Taarak Mehta Ka Ooltah Chashmah OTT: ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય અને સદાબહાર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) માત્ર ટીવી સ્ક્રીન પર જ નહીં, પરંતુ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર પણ અવનવા રેકોર્ડ સર્જી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ અનુસાર, આ શોએ ડિજિટલ સ્પેસમાં બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મલ્ટિસ્ટારર ફિલ્મ 'ધુરંધર'ને પણ વ્યુઅરશિપની રેસમાં પાછળ છોડી દીધી છે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વર્ગોમાં લોકપ્રિય એવા આ શોના ક્રેઝે સાબિત કરી દીધું છે કે આજે પણ દર્શકોના દિલ પર જેઠાલાલ અને ગોકુલધામ સોસાયટીનું રાજ યથાવત છે.

છેલ્લા સપ્તાહના OTT રેટિંગ્સમાં મોટો ઉલટફેર

ઓરમેક્સ મીડિયા (Ormax Media) દ્વારા 18 મેથી 24 મે સુધીના સપ્તાહના ઓટીટી વ્યુઅરશિપના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મો અને શોની યાદી (ટોપ 10 લિસ્ટ) બહાર પાડવામાં આવી છે. જેમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોએ રણવીર સિંહની નવી રિલિઝ થયેલી ફિલ્મ 'ધુરંધર' કરતાં વધુ દર્શકો મેળવ્યા છે.

સમગ્ર ઓટીટી સ્પેસમાં Jio Hotstar પર લાઈવ પ્રસારિત થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 184.7 મિલિયન વ્યુઝ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે નોન-સ્પોર્ટ્સ કેટેગરી અને ફિક્શન શોની યાદીમાં 'તારક મહેતા…' એ બાજી મારી લીધી છે.

OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલા શો અને ફિલ્મોની યાદી

— Ormax Media (@OrmaxMedia) May 26, 2026

ટીવીના 'કિંગ' હવે ઓટીટીના પણ બન્યા સિકંદર

જો લાઈવ ક્રિકેટ (IPL)ના આંકડાઓને થોડીવાર માટે અલગ રાખવામાં આવે, તો સોની લિવ (Sony LIV) પર સ્ટ્રીમ થતો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દેશભરમાં ઓટીટી પર ઉપલબ્ધ તમામ વેબ સિરીઝ અને ફિલ્મોમાં નંબર 1 શો બની ગયો છે. રણવીર સિંહની હાઈ-બજેટ ફિલ્મ 'ધુરંધર' 3.6 મિલિયન વ્યુઝ સાથે ચોથા સ્થાને રહી ગઈ છે, જ્યારે તેનાથી વિપરીત આ કલ્ટ કોમેડી શો 4.2 મિલિયન વ્યુઝ સાથે ઘણો આગળ નીકળી ગયો છે. ત્રીજા સ્થાને રિયાલિટી શો 'લાફ્ટર શેફ સીઝન 3' 3.9 મિલિયન વ્યુઝ સાથે રહ્યો છે.

નાના પડદા પર સફળતાના 18 વર્ષ પૂર્ણ

વર્ષ 2008 માં શરૂ થયેલો આ શો નાના પડદા પર પોતાના સફળતાના 18 વર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે. આટલા લાંબા સમયગાળા પછી અને અનેક કલાકારો બદલાવા છતાં પણ શોની લોકપ્રિયતામાં સહેજ પણ ઘટાડો થયો નથી. સામાન્ય રીતે ટીવી શો ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ જેટલો રિસ્પોન્સ મેળવી શકતા નથી, પરંતુ 'તારક મહેતા…' એ આ સ્ટીરિયોટાઈપને પણ તોડી નાખ્યો છે.

રેન્કશો / ફિલ્મનું નામપ્લેટફોર્મ / બ્રોડકાસ્ટરકુલ વ્યુઝ (મિલિયનમાં)
1IPL 2026Jio Hotstar184.7 મિલિયન
2તારક મહેતા કા ઉલ્ટા ચશ્માSony LIV4.2 મિલિયન
3લાફ્ટર શેફ સીઝન 3JioCinema / Colors3.9 મિલિયન
4ધુરંધર (ફિલ્મ)OTT પ્લેટફોર્મ3.6 મિલિયન