Loading...

TMKOC Update: 'દયાભાભી'ના કમબેક પર 'અબ્દુલ'ના જવાબથી ફેન્સને આંચકો, કહ્યું- 'આવે તો ઠીક, નહીંતર બીજો વિકલ્પ વિચારીશું!'

હજુ પણ દર્શકો 'દયા'ને ગોકુલધામ સોસાયટીમાં જોવા માંગે છે. આવી જ રીતે અમારા પ્રોડ્યુસર આસિત મોદી પણ દિશા વાકાણીના જવાબની રાહ જોઈ રહ્યા છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 09 Jan 2026 06:43 PM (IST)Updated: Fri 09 Jan 2026 06:43 PM (IST)
tmkoc-update-abdul-aka-sharad-sankla-reply-on-disha-vakani-aka-dayaben-return-671128
HIGHLIGHTS
  • 'આવારા મુસાફિર' પોડકાસ્ટમાં અબ્દુલ બનતા શરદ સાંકલાએ બિન્દાસ્ત જવાબો આપ્યા

TMKOC Update: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) સીરિયલમાં 'દયા'ની ભૂમિકા ભજવીને ઘેર-ઘેર જાણીતી થયેલી અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા 6 વર્ષથી પડદા પર દેખાઈ નથી. જો કે ફેન્સ 'દયા'ના શૉમાં પરત ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજ કારણોસર અવારનવાર 'દયા'ના પરત ફરવાની વાતો ઉડતી રહી છે.

'દયા' બનતી દિશા વાકાણી શૉમાં પરત ફરશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ જેઠાલાલ બનતા દિલીપ જોશીથી લઈને શૉના મેકર્સ આસિત મોદી પણ આપી ચૂક્યા છે. એવામાં હવે આજ પ્રશ્ન પર સીરિયલમાં 'અબ્દુલ'ની ભૂમિકા ભજવતા અભિનેતા શરદ સંકલાએ જવાબ આપ્યો છે.

હકીકતમાં શરદ સંકલા 'આવારા મુસાફિર' નામના પોડકાસ્ટમાં પહોંચ્યો હતો. જેમાં અબ્દુલે પોતાની પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઈફ સાથે સંકળાયેલા અનેક પ્રશ્નોના બેબાક જવાબ આપ્યા હતા.

શું દયાભાભી શૉમાં પરત ફરશે?
જ્યારે અબ્દુલને પૂછવામાં આવ્યું કે, શું 'દયા ભાભી' ફરીથી શૉમાં પરત ફરશે? આ સવાલના જવાબમાં શરદે જણાવ્યું કે, આ હાલ તો અશક્ય છે. દયાભાભી આવી પણ શકે છે અને ના પણ આવે.

'દયા ભાભી'ને શૉ છોડ્યાને 8 વર્ષ વીતી ચૂક્યા છે. આમ છતાં આજે પણ લોકો તારક મહેતા સીરિયલ જોઈ જ રહ્યા છે. આમ છતાં તમે તારક મહેતા સીરિયલમાં 'દયા'ને મિસ કરી રહ્યા છો. જેનો એક જ અર્થ છે કે, હજુ પણ દર્શકો 'દયા'ને ગોકુલધામ સોસાયટીમાં જોવા માંગે છે. આવી જ રીતે અમારા પ્રોડ્યુસર આસિત મોદી પણ 'દયા ભાભી'ની રાહ જોઈ રહ્યા છે. જો દયા ભાભી આવે તો સારું જ છે, પરંતુ ના આવે, તો અમે કોઈ બીજો વિકલ્પ વિચારીશું.

વધુમાં 'અબ્દુલ'એ જણાવ્યું કે, પ્રોડ્યૂસર તો એવું જ ઈચ્છશે કે, તે ખૂબ જૂની અને ઉમદા અભિનેત્રી હોવાથી તેમને જ આવવું જોઈએ. સ્વાભાવિક છે કે, સૌ કોઈની પોત-પોતાની લાઈફ છે અને દરેકના પોત-પોતાના નિર્ણય છે. દર્શકો તરફથી 'દયા'ના પાત્રને આટલો પ્રેમ મળ્યો છે, તો તેઓ ઈચ્છશે જ કે, દિશા વાકાણી જ શૉમાં પરત ફરે.