Loading...

Mirzapur The Film: 'મિર્ઝાપુર' ના કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિતની સિનેમાઘરોમાં એન્ટ્રી; નિર્માતાઓએ રિલીઝ ડેટ જાહેર કરી

Mirzapur The Film Release Date: ભારતની સૌથી લોકપ્રિય અને ચર્ચિત ફ્રેન્ચાઇઝ 'મિર્ઝાપુર' હવે ઓટીટી (OTT) ના નાના પડદા પરથી બહાર આવીને સિનેમાઘરોમાં ધમાકો કરવા તૈયાર છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 05 Feb 2026 10:38 AM (IST)Updated: Thu 05 Feb 2026 10:43 AM (IST)
mirzapur-the-film-starring-pankaj-tripathi-ali-fazal-to-hit-theatres-september-4-686081

Mirzapur The Film Release Date: ભારતની સૌથી લોકપ્રિય અને ચર્ચિત ફ્રેન્ચાઇઝ 'મિર્ઝાપુર' હવે ઓટીટી (OTT) ના નાના પડદા પરથી બહાર આવીને સિનેમાઘરોમાં ધમાકો કરવા તૈયાર છે. એમેઝોન એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આજે સત્તાવાર રીતે 'મિર્ઝાપુર: ધ મૂવી' ની રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આગામી 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મિર્ઝાપુર યૂનિવર્સની અનટોલ્ડ સ્ટોરી

આ ફિલ્મ મિર્ઝાપુર યૂનિવર્સની એક એવી વાર્તા રજૂ કરશે જે અત્યાર સુધી અજાણી રહી છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. નિર્માતાઓના મતે, આ વખતે મિર્ઝાપુરની દુનિયા વધુ શક્તિશાળી અને ભવ્ય સ્વરૂપે મોટા પડદા પર જોવા મળશે.

મજબૂત સ્ટારકાસ્ટ

ચાહકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી 'કાલીન ભૈયા' તરીકે, અલી ફઝલ 'ગુડ્ડુ પંડિત' તરીકે અને દિવ્યેન્દુ 'મુન્ના ભૈયા' તરીકે મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં બોલિવૂડ અને ઓટીટીના દિગ્ગજ કલાકારોની લાંબી યાદી છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે જીતેન્દ્ર કુમાર, રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગલ, શ્વેતા ત્રિપાઠી અને શ્રિયા પિલગાંવકર છે. જ્યારે સહ-કલાકારોમાં હર્ષિતા ગૌર, સુશાંત સિંહ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, કુલભૂષણ ખરબંદા અને સોનલ ચૌહાણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

નિર્માણ અને લેખન

'મિર્ઝાપુર: ધ મૂવી' નું લેખન પુનીત કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું છે. કાસિમ જગમગિયા અને વિશાલ રામચંદાની આ ફિલ્મના સહ-નિર્માતા છે. અત્યાર સુધી વેબ સિરીઝ તરીકે બ્લોકબસ્ટર રહેલી આ ફ્રેન્ચાઇઝ હવે થિયેટરમાં પ્રેક્ષકોને કેવો અનુભવ કરાવશે, તેને લઈને સોશિયલ મીડિયા પર અત્યારથી જ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.