માર્શલ આર્ટ્સના દિગ્ગજ અને એક્શન ફિલ્મોના બાદશાહ ચક નોરિસનું 86 વર્ષની વયે નિધન થયું છે. પૂરી દુનિયા હાલમાં આ મહાન કલાકારના નિધન પર શોક વ્યક્ત કરી રહી છે. ઓન-સ્ક્રીન પર તેમના શક્તિશાળી પાત્રો અને અદ્ભુત જીવન રક્ષા કૌશલ માટે જાણીતા નોરિસ શક્તિનું એક વૈશ્વિક પ્રતિક બની ગયા હતા.

પરિવારે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી
પરિવારે સોશિયલ મીડિયા પર જારી કરેલા એક નિવેદન દ્વારા આ સમાચાર શેર કર્યા હતા. તેઓએ લખ્યું કે, "જ્યારે અમે પરિસ્થિતિઓને ખાનગી રાખવા માંગીએ છીએ, કૃપા કરીને તમે જાણી લો કે, તેઓ તેમના પરિવારથી ઘેરાયેલા હતા અને શાંતિમાં હતા. તેમનું મોત કેવી રીતે થયું એ અંગે કોઈ જાણકારી નથી. પરંતુ પરિવારે તેને મેડિકલ ઈમરજન્સી કહ્યું હતું. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
અક્ષય કુમાર ભાવુક થઈ ગયા
અભિનેતા અક્ષય કુમારે પણ ચક નોરિસને યાદ કરીને શ્રદ્ધાંજલિ પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું કે, "એક માર્શલ આર્ટિસ્ટ તરીકે મોટા થા ત્યારે ચક નોરિસને 'વે ઓફ ધ ડ્રેગન', 'મિસિંગ ઈન એકશન' અને ઘણી ફિલ્મોમાં જોવું તે ફક્ત મનોરંજન નહોતું. પરંતું શિક્ષણ હતું. તેમનું શિસ્ત, શક્તિ અને સ્ક્રીન પર તેમનું નિયંત્રણ હમેશા મારી સાથે રહેશે. તેમની પ્રેરણા માટે આભારી છું જેને મારા વ્યક્તિત્વના એક ભાગને આકાર આપ્યો.
Growing up as a martial artist, watching Chuck Norris in Way of the Dragon, Missing in Action and many more wasn’t just entertainment…it was education. The discipline, strength, and that effortless command he brought on screen stayed with me. Grateful for the inspiration that… pic.twitter.com/thAc1t26Hm
— Akshay Kumar (@akshaykumar) March 20, 2026
ઘણી ટીવી શ્રેણીઓમાં પણ નોરિસે અભિનય કર્યો
નોંધનીય છે કે, અક્ષય કુમાર અભિનેતા બનતા પહેલા માર્શલ આર્ટિસ્ટ પણ હતા. આ જ કારણોસર, તેઓ ઇન્ડસ્ટ્રીમાં "ખિલાડી કુમાર" તરીકે ઓળખાય છે. ચક નોરિસે પણ ફિલ્મો અને ટેલિવિઝનમાં પોતાની છાપ બનાવતા પહેલા માર્શલ આર્ટ્સમાં અપાર સફળતા મેળવી હતી. તેઓ છ વખતના વર્લ્ડ પ્રોફેશનલ મિડલવેઇટ કરાટે ચેમ્પિયન બન્યા હતા. તેમણે પોતાની કોરિયન-અમેરિકન શૈલીના કરાટે વિકસાવ્યા. તેમણે યુનાઇટેડ ફાઇટીંગ આર્ટ્સ ફેડરેશનની પણ સ્થાપના કરી હતી, જેણે વિશ્વભરમાં 3,300 થી વધુ "ચક નોરિસ સિસ્ટમ" બ્લેક બેલ્ટ એનાયત કર્યા છે.
વધુમાં, તેમણે વોકર, ટેક્સાસ રેન્જર જેવી ટીવી શ્રેણીમાં અભિનય કર્યો હતો, જે નવ સીઝન સુધી ચાલી હતી. તેમને છ વખત વર્લ્ડ પ્રોફેશનલ મિડલવેઇટ કરાટે ચેમ્પિયનનો ખિતાબ મળ્યો છે.
