Loading...

ભક્તિના રંગે રંગાઈ અનન્યા પાંડે: દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગમાં મહાદેવના શરણે પહોંચી અભિનેત્રી!

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ દ્વારકાના પ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં મહાદેવના આશીર્વાદ લીધા. તેની આધ્યાત્મિક યાત્રાની સુંદર તસવીરો અને સાદગીભર્યા લુકની સંપૂર્ણ વિગતો.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Thu 26 Mar 2026 11:46 AM (IST)Updated: Thu 26 Mar 2026 11:47 AM (IST)
ananya-panday-dwarka-nageshwar-jyotirlinga-visit-photos-715659

Ananya Panday photos: બોલિવૂડની યુવા અને ગ્લેમરસ અભિનેત્રી અનન્યા પાંડે છેલ્લા કેટલાક સમયથી તેના આધ્યાત્મિક જોડાણને કારણે ચર્ચામાં છે. અનન્યા માત્ર રૂપેરી પડદે જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ શ્રદ્ધાળુ છે. તાજેતરમાં તેણે ભગવાન શિવ પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા વ્યક્ત કરતા ગુજરાતના સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી.

દ્વારકાની પવિત્ર ભૂમિ પર માથું ટેકવ્યું

અનન્યા તેની માતા ભાવના પાંડે અને પારિવારિક મિત્રો સાથે દ્વારકા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં અનન્યાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ચકાચૌંધ ભરી દુનિયાથી દૂર, તે ભોલેનાથની ભક્તિમાં તલ્લીન દેખાતી હતી. દ્વારકાધીશ મંદિરના શિખર સામે ઉભા રહીને તેણે લીધેલી તસવીરો ચાહકોનું દિલ જીતી રહી છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગનું મહત્ત્વ

દ્વારકા શહેરથી આશરે 15-17 કિમી દૂર આવેલું નાગેશ્વર મહાદેવ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે. એવી પૌરાણિક માન્યતા છે કે અહીં દર્શન કરવાથી ભક્તોના તમામ પાપો નાશ પામે છે અને કુંડળીમાં રહેલો 'સર્પ દોષ'દૂર થાય છે. મંદિર પરિસરમાં ભગવાન શિવની 25 મીટર ઊંચી ભવ્ય પ્રતિમા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જે અનન્યાની તસવીરોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

સાદગીમાં છલકાતી સુંદરતા

આમાં સૌથી આકર્ષક બાબત અનન્યાનો લુક હતો. તેણે આછા ગુલાબી અને સફેદ ફૂલોની ડિઝાઈન વાળો સલવાર કમીઝ પહેર્યો હતો, જેની સાથે લાલ અને સફેદ રંગની ધાર્મિક શાલ ઓઢી હતી. ખાસ કરીને તેના ક્લોઝ-અપ સેલ્ફીમાં, તેના કપાળ પર ચંદન અને કેસરનું તિલક તેની સુંદરતામાં અનેકગણો વધારો કરતું હતું. મેક-અપ વગર પણ અનન્યા અત્યંત સૌમ્ય અને પ્રભાવશાળી દેખાતી હતી.

વર્કફ્રન્ટ પર નજર

આધ્યાત્મિક શાંતિ મેળવ્યા બાદ, અનન્યા હવે ફરી પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે ટૂંક સમયમાં લક્ષ્ય લાલવાણી સાથે ફિલ્મ 'ચાંદ મેરા દિલ' માં જોવા મળશે. આ રોમેન્ટિક ફિલ્મ માટે તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.