Transdisciplinary Education:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઝડપી ટેકનોલોજિકલ પરિવર્તને દુનિયાભરના ઉદ્યોગોને નવો આકાર આપવાનું ચાલુ રાખ્યું હોવાથી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને તેમની પ્રથમ નોકરી માટે તૈયાર કરવાની પાર જોવું જોઈએ અને તેને બદલે તેમના જીવનમાં ઘણા બધા કારકિર્દી રૂપાંતરમાંથી પસાર થવા માટે તેમને સુસજ્જ બનાવવા જોઈએ, એમ 20મી જૂનના રોજ વર્લ્ડ પીસ યુનિવર્સિટી (WPU) ગોવા ઓપન હાઉસ ખાતે વક્તાઓએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય અને વધુ ને વધુ અણધારી દુનિયામાં યુનિવર્સિટીઓ પાસેથી બદલાતી અપેક્ષાઓ પર ચર્ચા કરવા માટે સંભાવ્ય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકવિદો એકત્ર આવ્યા હતા.વાર્તાલાપનું કેન્દ્ર શિક્ષણનું ડબ્લ્યુપીયુનું ગોવાનું ટ્રાન્સડિસિપ્લિનરી મોડેલ હતું, જે ડોમેન્સમાં વિચારવાની ક્ષમતા, પરિવર્તનને અપનાવવા અને ગૂંચભર્યા અસલ દુનિયાના પડકારોને પહોંચી વળવા માટે શિસ્તન ઊંડાણને જોડવા ચાહે છે.
WPU ગોવા ટ્રાન્સડિસિપ્લિનરી અભિગમ આસપાસ સ્થાપિત કરાઈ છે, જે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને એક શિસ્તની સીમાઓની પાર પરિપ્રેક્ષ્ય સાથે સહભાગી થવા માટે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. ઈમર્સિવ લર્નિંગ, ઉદ્યોગનું એકકરણ, વૈશ્વિક સન્મુખતા અને સક્રિય લર્નિંગ થકી યુનિવર્સિટીનું લક્ષ્ય આજીવન લર્નિંગ, અનુકૂલનતા અને આગેવાની માટે ગ્રેજ્યુએટ્સને તૈયાર કરવાનું છે તેમ જ ખાનગી અને જાહેર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નોકરીઓમાં દ્વાર ખોલવાનું પણ છે, જ્યાં તેઓ જે શીખ્યા હોય તે લાગુ કરી શકે, તેમ વાઈસ ચાન્સેલર પ્રોફેસર વોલ્ટર લીલે જણાવ્યું હતું.
યુનિવર્સિટીઓ એવું ધારી નહીં શકે કે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ નોકરી માટે તૈયાર કરવાનું પૂરતું છે, એમ ડબ્લ્યુપીયુ ગોવાના પ્રો વાઈસ ચાન્સેલર ડો. આશિષ ભારદ્વાજે જણાવ્યું હતું. આથી વધુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આપણે વિદ્યાર્થીઓ તેમના જીવનભરમાં સામનો કરશે તે ઘણા બધા પરિવર્તન, રૂપાંતર અને તકો માટે તેમને તૈયાર કરી રહ્યા છે કે કેમ. ભવિષ્ય નિષ્ણાતોનું જ નથી, પરંતુ જ સતત શીખવા, ડોમેન્સમાં વિચારોને જોડતા અને પારંપરિક શ્રેણીઓમાં બરોબર બંધબેસતા નથી તેવા પડકારોને પ્રતિસાદ આપતા નાગરિકોનું છે.
ચર્ચામાં ઉદ્યોગો પારંપરિક શૈક્ષણિક ચક્રો કરતાં ઝડપથી ઉત્ક્રાંતિ પામી રહ્યા હોઈ ઉચ્ચ શિક્ષણ વિશે લાંબા સમયની ધારણાઓને કઈ રીતે પડકારાય છે તેની પર ભાર અપાયો હતો. નવા વ્યવસાયો ઊભરી રહ્યા છે, સ્થાપિત ભૂમિકાઓ પરિવર્તન પામી રહી છે અને એક શિસ્તમાં સંચાલન કરવાને બદલે ઘણાં બધાં ક્ષેત્રોમાંથી નિપુણતાને જોડી શકતા નાગરિકો પાસેથી સ્પર્ધા વધુ ને વધુ રસાકસીભરી બની રહી છે.
