Gujarat TAT Result 2026: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા 12 એપ્રિલ 2026 ના રોજ લેવાયેલી ટિચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (હાયર સેકન્ડરી) - TAT HS પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે 16 જૂન 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું. આ વખતનું પરિણામ ખૂબ જ રસપ્રદ રહ્યું છે, જેમાં રાજ્યભરમાંથી 1.47 લાખથી વધુ ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી. એકંદર પરિણામમાં ગુજરાતી માધ્યમના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે, પરંતુ અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.
માધ્યમ મુજબ કેવું રહ્યું ઉમેદવારોનું પ્રદર્શન?
આ વર્ષે TAT HS 2026 ની પરીક્ષા માટે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના કુલ 1,65,024 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જેમાંથી 1,47,584 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે કુલ 1,666 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
Gujarat TAT HS Result 2026 Statistics | માધ્યમ મુજબ રીઝલ્ટ અને માર્ક્સનું વિશ્લેષણ
| ક્રમાંક | માધ્યમ | નોંધાયેલ ઉમેદવારો | હાજર ઉમેદવારો | 70 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો | 80 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો | 90 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો | 100 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો | 120 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો |
| 1 | ગુજરાતી | 160182 | 143734 | 50066 | 33330 | 20067 | 10404 | 1584 |
| 2 | અંગ્રેજી | 4150 | 3296 | 1696 | 1170 | 744 | 124 | 74 |
| 3 | હિન્દી | 692 | 554 | 209 | 144 | 82 | 48 | 8 |
| કુલ | 165024 | 147584 | 51971 | 34644 | 20893 | 10876 | 1666 |
