GSEB Alert: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે.
રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ફેબ્રુઆરી-2026ની પરીક્ષાના ઉમેદવારોની કોમ્પ્યુટર (332) વિષયની પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
બોર્ડની યાદી મુજબ, શાળા કક્ષાએ લેવાયેલી કોમ્પ્યુટરની પ્રાયોગિક પરીક્ષાના ગુણ સ્કૂલોએ આગામી 21 ફેબ્રુઆરી સુદીમાં બોર્ડની સત્તાવાર વેબસાઈટ gsebpractical.in, scischool.gsebpractical.in અથવા gseb.org પર જઈને અપલોડ કરવાના રહેશે.
શાળાઓએ તેમના ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલા મોબાઈલ નંબર દ્વારા લોગિન કરવાનું રહેશે. જે બાદ ગુણ ભરવા માટેની તમામ સૂચનાઓ ઓનલાઇન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના ગુણ તેમના ફેબ્રુઆરી-2026ની પરીક્ષાના આવેદનપત્રના અરજી નંબર (Application Number), SID NUMBER અથવા નામના આધારે ભરી શકાશે.
જો કોઈ પરીક્ષાર્થીના વિષય બાબતે કે અન્ય કોઈ માહિતીમાં ભૂલ અથવા વિસંગતતા જણાય, તો શાળાઓએ જરૂરી પુરાવાઓ સાથે બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની 'વિજ્ઞાન પ્રવાહ (ક) શાખા'નો સંપર્ક કરવાનો રહેશે.