Loading...

Home Loan: હવે હોમ લોન ચૂકવવાની ચિંતા છોડો, આ રીતે 5-20-3-40 રૂલ થકી EMI અને બજેટ વચ્ચે બેલેન્સ જાળવો

હોમ લોન લેતી વખતી મોટાભાગના લોકો એવું માને છે કે, 20-30 વર્ષ સુધી EMI તરીકે દર મહિને ચોક્કસ રકમ ખાતામાંથી કપાતી રહેશે અને મોટી રકમ તો વ્યાજમાં જતી રહેશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 12 Dec 2025 04:15 PM (IST)Updated: Fri 12 Dec 2025 04:17 PM (IST)
worried-about-home-loan-payments-try-the-5-20-3-40-rule-to-balance-emi-and-budget-654287
HIGHLIGHTS
  • હોમ લોનની EMI તમારા તમારી આવકના 30 ટકાથી વધારે ના હોવી જોઈએ

Home Loan EMI Management: આજે કૂદકેને ભૂસકે વધતી જતી મોંઘવારીના જમાનામાં દર મહિને ઘરના ભાડા ભરવા કોઈને પોષાય તેમ નથી હોતા. તેમજ સામે મકાનોના ભાવ પણ દિન-પ્રતિદિન આસમાને પહોંચી રહ્યા છે. આમ છતાં દરેક વ્યક્તિ પોતાનું એક ઘર ખરીદવાનું સપનું તો જોતો જ હોય છે. જો કે તેના આ સપનાને પુરું કરવામાં સોથી મોટો પડકાર હોમલૉનની EMIને કેવી રીતે મેનેજ કરવી તેજ રહે છે.

આપણાંમાંથી ઘણાં લોકો ઘરનું સપનું ઝડપથી પુરું કરવાના ચક્કરમાં લોન તો લઈ લે છે, પરંતુ ભવિષ્યના ખર્ચાને નજર અંદાજ કરી બેસે છે. જેના પરિણામે અડધા હપ્તા અર્થાત EMI ચૂકવે, ત્યાં તો તેમનું બજેટ પણ બગડવા લાગે છે.

એકવાર તમારી આર્થિક સ્થિતિ કથળે, તો તેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ પડવા લાગે છે. એવામાં જો તમે 5-20-3-40 રુલને ફૉલો કરો છો, તો તમે તમારી EMI તો સમયસર ભરી શકો છો, તે પણ તમારા બજેટને બગાડ્યા વિના.

5-20-3-40 રુલ શું છે?
આ એક સ્માર્ટ ફાઈનાન્સિયલ ગાઈડલાઈન છે. જેનાથી તમને ખ્યાલ આવે છે કે, ઘર ખરીદતી વખતે ડાઉન પેમેન્ટ કેટલું રાખવું જોઈએ, EMI કેટલી અને ક્યાં સુધી હોવી જોઈએ તેમજ તમારી આવક પ્રમાણે ખર્ચાને કેવી રીતે બેલેન્સ કરવા જોઈએ. હવે આ રૂલ પ્રમાણે જોઈએ તો

  • 5 (હંમેશા ઈમરજન્સી ફંડ તૈયાર રાખો): ઘર ખરીદતા પહેલા તમારી પાસે ઓછામાં ઓછા 6 મહિનાની EMI+ ઘરના 6 મહિના સુધીના ખર્ચને પહોંચી વળવા માટે ઈમરજન્સી ફંડ હોવું જ જોઈએ. જેથી નોકરી બદલાય, આકસ્મિક ખર્ચ વધી જાય કે મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિમાં EMI ચૂકવવાની ચિંતા ના રહે.
  • 20 (ઓછામાં ઓછા 20 ટકા ડાઉન પેમેન્ટ જરૂરી): ઘર ખરીદતી વખતે બને ત્યાં સુધી પ્રયાસ કરો કે, મકાનની કુલ કિંમતના 20 ટકાથી વધુ ડાઉન પેમેન્ટ આપવામાં આવે. જેના પરિણામે EMIનું ભારણ ઓછું થશે અને લોન પણ ઝડપથી પતી જશે.
  • 3 (EMI તમારી આવકના 30 ટકાથી વધારે ના હોય): હોમ લોન લેતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે, તમારી EMI માસિક આવકના 30 ટકાથી વધારે ના હોય. જો EMI તેના કરતાં વધારે હશે, તો ભવિષ્યના અન્ય ખર્ચા પર અસર પડશે અને બજેટ પણ ખોરવાઈ જશે.
  • 40 (કુલ લોન 40 ટકા આવકથી વધારે ના હોય): તમારી હોમ ઉપરાંત કાર કે પર્સનલ લોન મળીને તમારી કુલ આવકની 40 ટકાધી વધારે ના હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. જે તમારી આર્થિક સ્થિતિને જાળવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

EMI અને બજેટ વચ્ચે બેલેન્સ બનાવવાની રીત (Home Loan EMI Management)

  • EMIને વધારવાની જગ્યાએ બને ત્યાં સુધી લાંબી મુદ્દતની લોન લો અને પાછળથી પ્રી-પેમેન્ટ કરી દો
  • દર વર્ષે જેમ-જેમ ઈન્કમ વધે, તેમ-તેમ 10 ટકા EMI પ્રી-પેમેન્ટમાં ઉમેરતા રહો
  • બને ત્યાં સુધી બિનજરૂરી ખર્ચાને ટાળવાનું રાખો
  • ટેક્સ બેનિફિટ્સનો પુરો લાભ ઉઠાવો