Silver Production In World:વિશ્વભરમાં ચાંદીની માંગ સતત વધી રહી છે. જોકે શું તમે જાણો છો કે વિશ્વમાં સૌથી વધારે ચાંદીનું ઉત્પાદન કયાં દેશમાં થઈ રહ્યું છે. જો તમને લાગતું હોય કે આ યાદીમાં ચીન અથવા રશિયા મોખરાના સ્થાન પર છે તો આ માહિતી ખોટી છે.એક ખાસ દેશ એવો છે કે જેણે વિશ્વના દિગ્ગજ દેશોને પાછળ રાખી સૌથી વધારે ચાંદીનું ઉત્પાદનકર્તા દેશ તરીકે આ મુકામ હાંસલ કર્યો છે. Silver Instituteના વર્લ્ડ સિલ્વર સર્વે 2026ના અહેવાલ પ્રમાણે આ માહિતી આપવામાં આવી છે.
ચાંદીનું સૌથી વધુ ઉત્પાદનકર્તા દેશ
મેક્સિકો વિશ્વનો સૌથી મોટો ચાંદી ઉત્પાદક દેશ છે. વર્ષ 2025માં મેક્સિકોએ કૂલ 173 મિલિયન ઔંસ ચાંદી ઉત્પાદન કર્યું છે, જે વૈશ્વિક ઉત્પાદનનો આશરે 20 ટકા હિસ્સો એટલે કે પાંચમો હિસ્સો છે. આટલા વિશાળ ઉત્પાદક સાથે મેક્સિકો વૈશ્વિક ચાંદી બજારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વૈશ્વિક સ્તર પર ચાંદી ઉત્પાદનની બાબતમાં ઉત્તર અને દક્ષિણી અમેરિકી મહાદ્વીપોનો દબદબો છે. ટોપ દેશોની યાદી જોઈએ.
આ પણ વાંચો
ચાંદીના ઉત્પાદનમાં ભારત કયાં નંબર પર છે?
ભારતની વાત કરવામાં આવે તો આ યાદીમાં તે 11માં સ્થાન પર છે. વર્ષ 2025માં ભારત કૂલ ચંદી ઉત્પાદન 20 મિલિયન ઔંસ હતો. જોકે ભારતમાં ચાંદીનો વપરાશ સૌથી વધારે છે, તેમ છતાં ઉત્પાદનની બાબતમાં ભારત ટોચના દેશોથી ઘણુ પાછળ છે અને તેણે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આયાત પર આધાર રાખવો પડે છે.
મેક્સિકો: 173 મિલિયન ઔંસ
પેરુ: 131 મિલિયન ઔંસ (બીજા સ્થાન પર)
ચીન: 113 મિલિયન ઔંસ (ત્રીજા સ્થાન પર)
રશિયા: 56 મિલિયન ઔંસ (ચોથા સ્થાન પર)
બોલીવિયા: 50 મિલિયન ઔંસ (પાંચમાં સ્થાન પર)
ચીન અને રશિયા જેવા મોટા દેશ પણ આ બાબતમાં મેક્સિકો અને પેરુની તુલનામાં ઘણા પાછળ છે.
