Loading...

Unclaimed Wealth: દેશમાં રૂપિયા 80,000 કરોડની સંપત્તિના કોઈ વારસદાર કે માલિક જ નથી

કેટલાકને આશ્ચર્ય થાય છે કે તેમણે તે ક્યાં શોધવું જોઈએ.આ ભંડોળના સાચા માલિકોને કોઈ જાણતું નથી.ઘણા પરિવારો એવા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 12 Nov 2025 03:45 PM (IST)Updated: Wed 12 Nov 2025 03:45 PM (IST)
what-to-do-when-mutual-funds-drop-in-value-know-why-does-this-drop-happen-636779

Unclaimed Wealth: દેશમાં કરોડો રૂપિયા દાવા વગરના પડેલા છે અને તેના કોઈ વારસદાર કે માલિક જ નથી.ભારતમાં હજારો પરિવારો તેમના મહેનતના પૈસા ગુમાવી બેસે છે.ઘણાબધા લોકોને ખબર નથી હોતી કે તેમના પૈસા ક્યાં છુપાયેલા છે. કેટલાકને આશ્ચર્ય થાય છે કે તેમણે તે ક્યાં શોધવું જોઈએ.

આ ભંડોળના સાચા માલિકોને કોઈ જાણતું નથી.ઘણા પરિવારો એવા છે જેમના સભ્યોના પૈસા બેંક ખાતા,વીમા ભંડોળ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં છુપાયેલા છે,પરંતુ પરિવારના સભ્યો તેનાથી અજાણ છે.

આ સ્થિતિમાં કરોડો રૂપિયા દાવા વગરના પડેલા છે. આ પૈસાનો દાવો કરનાર કોઈ નથી. આજે આ પૈસા માટે કોઈ દાવેદાર નથી. સેબી-રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર અને સહજ મનીના સ્થાપક અભિષેક કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી શેર કરી.એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે આશરે 80,000 કરોડ રૂપિયા દાવા વગરના પડેલા છે. અભિષેકે એમ પણ કહ્યું કે આ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ ખૂબ ઓછા લોકો તેની ચર્ચા કરે છે.

આ પૈસા કેમ દાવા વગરના રહે છે?
ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક પ્રમાણે આ પરિસ્થિતિ લોકો પાસે પૈસાની અછતને કારણે નથી પરંતુ વાતચીતના અભાવને કારણે છે. જટિલ ડોક્યુમેનેટેશન અને પરિવારોમાં જાગૃતિનો અભાવ ઘણીવાર પૈસા દાવા વગરના રહે છે.ઘણીવાર કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પરિવાર તેમના રોકાણોથી અજાણ રહે છે, જેના કારણે વર્ષો સુધી પૈસા દાવો વગરના રહે છે.

ફક્ત વસિયતનામું પૂરતું નથી
મોટાભાગના લોકો માને છે કે ફક્ત વસિયતનામા બનાવવા પૂરતું છે પરંતુ તે સાચું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે વસિયતનામું ફક્ત ત્યારે જ અસરકારક હોય છે કે જો તે યોગ્ય પુરાવા સાથે અને કાનૂની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે. દેશમાં લાખો પરિવારો છે કે જેમની મહેનતથી કમાયેલા પૈસા વિવિધ નાણાકીય સંસ્થાઓમાં ફસાયેલા છે.