Premium Petrol vs Normal Petrol Difference: ખાડી દેશોમાં જે યુદ્ધની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે તેને લીધે ભારતમાં ઈંધણમાં ભાવ વધારાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં 'Speed' અને 'Power' જેવા પ્રીમિયમ પેટ્રોલ (Premium Petrol)ની કિંમતમાં રૂપિયા 2.09 પ્રતિ લીટર ભાવ વધારો કરવામાં આવ્યો છે.
વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં અસહ્ય વધારો થતો છે. બ્રેન્ટ ક્રુડના ભાવ 110 ડોલરને પાર થઈ જતા દેશના અર્થતંત્ર પર ભારે બોજ ખડકાઈ રહ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપની (Oil Marketing Company) ઓએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૂ-રાજકિય અનિશ્ચિતતાની સ્થિતિ તથા વૈશ્વિકસ્તરે ઈંધણના પુરવઠાને અસર થઈ રહી છે. જોકે રાહતની વાત એ છે કે સામાન્ય પેટ્રોલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
પ્રીમિયમ અને નોર્મલ પેટ્રોલ વચ્ચે શું તફાવત હોય છે
પ્રીમિયમ અને નોર્મલ પેટ્રોલ વચ્ચે સૌથી મોટું અંતર 'ઓક્ટેન નંબર'ને લઈ હોય છે
હાઈ ઓક્ટેન નંબરનો અર્થ થાય છે ઈંધણ એન્જીનની અંદર 'નૉકિંગ'(ખરાબ અવાજ)ને અટકાવે છે અને વધારે દબાણને સહન કરી શકે છે. તેને લીધે કમ્બશન વધારે સારું થાય છે. સામાન્ય પેટ્રોલનો ઓક્ટેન નંબર સામાન્ય રીતે 87-91 હોય છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલ (જેમ કે સ્પીડ અથવા પાવર)નું ઓક્ટેન નંબર 93-95 અથવા તેનાથી વધારે હોય છે.
એન્જીના સ્વાસ્થ અને પર્ફોમન્સ પર સારી અસર
પ્રીમિયમ પેટ્રોલમાં વિશેષ 'એડિટિવ્સ' હોય છે, જે એન્જીનની અંદર કાર્બનને એકત્રિત થતો અટકાવે છે. તે ઈંધણ વિશેષ કરીને હાઈ-પર્ફોમન્સ ધરાવતી કારો અને સ્પોર્ટ્સ બાઈક્સ માટે તૈયાર કરવામાં આવે છે. જો તમારી કારનું મેન્યુઅલ 'હાઈ ઓક્ટેન' ઈંધણની સલાહ આપે છે તો પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ પિક-અપ વધારે સારી કરે છે તથા લાંબા સમય સુધી એન્જીનને મેન્ટેઈનન્સને લગતા ખર્ચથી બચાવે છે.
ક્રુડ ઓઈલની કિંમતને લઈ વધી ચિંતા
ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા યુદ્ધ વચ્ચે ક્રુડ ઓઈલની કિંમતમાં ભારે ઉઠાળો થયો છે. ક્રુડ ઓઈલના રેટ સતત વધી રહ્યા છે. એક સમયે બ્રેન્ટ ક્રુડનો ભાવ 70 ડોલર હતો, તે વર્તમાન સમયમાં વધીને 110 ડોલરને પાર થઈ ગયો છે. તેને લીધે ભારતના ઈમ્પોર્ટ બિલમાં મોટો ઉછાળો આવ્યો છે.
