Vidya Wires IPO GMP Today: ગુજરાત સ્થિત કંપની Vidya Wires આઈપીઓ 3 ડિસેમ્બર એટલે કે આજથી રોકાણકારો માટે ખુલી રહ્યો છે. Vidya Wires કંપનીના આઈપીઓની સાઈઝ 300.01 કરોડ છે. જાણો કેટલું રોકાણ કરવું, શેરની પ્રાઈઝ શું છે અને હાલ કેટલું જીએમપી ચાલી રહ્યું છે.
Vidya Wires IPO Details
Vidya Wires કંપનીના આઈપીમાં 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. 8 ડિસેમ્બરના રોજ એલોટમેન્ટ જાહેર થઈ જશે. 9 ડિસેમ્બરના રોજ શેર તમારા ડિમેટ ખાતામાં જોવા મળશે અને જો આઈપીઓ નહિ લાગે તો રુપિયા 9 ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં રિફંડ આવી જશે. આઈપીઓ BSE અને NSE પર 10 ડિસેમ્બરના રોજ લિસ્ટ થશે.
Vidya Wires IPO Share Details
Vidya Wires કંપનીના આઈપીઓમાં રોકાણ કરવા માટે તમારે એક લોટ માટે 14,985 રુપિયાનું રોકાણ કરવું પડશે. એક શેર દીઠ પ્રાઈઝ બેન્ડ 48 થી 52 નક્કી કરવામાં આવી છે. જેમાં એક લોટમાં 288 શેર માટે બોલી લગાવી શકશો. વધુમાં વધુ 4,032 શેર એટલે કે 14 લોટ માટે રોકાણ કરી શકાય છે. જે માટે કુલ 10,03,392 ચુકવવા પડશે.
Vidya Wires IPO GMP
Vidya Wires કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 6 રુપિયા બતાવી રહ્યું છે. એટલે કે રોકાણકારોને 11.54% રિટર્ન મળી શકે છે.
Vidya Wires Company Details
વિદ્યા વાયર્સ વિન્ડિંગ અને વાહકતા ઉત્પાદનોના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે અને તેના ઉત્પાદનોમાં ચોકસાઇ-એન્જિનિયર્ડ ઇનામેલ્ડ વાયર, ઇનામેલ્ડ કોપર રેક્ટેંગ્યુલર સ્ટ્રીપ્સ, પેપર ઇન્સ્યુલેટેડ કોપર કંડક્ટર, કોપર બસબાર અને બેર કોપર કંડક્ટર, સ્પેશિયલાઇઝ્ડ વિન્ડિંગ વાયર, પીવી રિબન વગેરેનો સમાવેશ થાય છે. આનો વ્યાપકપણે ઊર્જા ઉત્પાદન અને ટ્રાન્સમિશન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિક મોટર્સ, સ્વચ્છ ઊર્જા સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિક ગતિશીલતા અને રેલ્વેમાં ઉપયોગ થાય છે.
(નોંધ - કોઈ પણ શેર કે આઈપીઓમાં પૈસા લગાવતાં પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.)
