Unhappiest Country In The World: વિશ્વના સૌથી ખુશહાલીને લગતા અહેવાલ (Wolrd Happiness Report 2026)એ વિશ્વના સૌથી ખુશહાલ અને સૌથી ઓછા ખુશહાલ દેશો અંગે માહિતી જાહેર કરી છે. અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાન, ઝીમ્બામ્વે અને લેબેનોન જેવા દેશો આર્થિક ઉપરાંત સામાજીક અને રાજકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દેશોમાં જીવન સંતોષકારકતાના સ્તરથી ખૂબ જ ઓછું છે અને જીવનની અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અફઘાનિસ્તાન આ યાદીમાં સૌથી નીચા 147માં સ્થાન પર છે,જ્યાં તેનો સ્કોર 1.446 છે. અહેવાલ પ્રમાણે ગયા વર્ષની તુલનામાં આ સ્તર -2.594 પોઇન્ટ નીચે છે. દેશમાં રાજકીય અસ્થિરતા, આર્થિક સ્થિતિ કથળવા તથા પાયાગત સુવિધાના અભાવને લીધે લોકોનું જીવન અસરગ્રસ્ત થઈ રહ્યું છે.
વિશ્વના 10 સૌથી ઓછા ખુશ દેશ (2026)- World Happiness Countries
| રેન્ક | દેશ | સ્કોર | ફેરફાર |
|---|---|---|---|
| 147 | અફઘાનિસ્તાન | 1.446 | -2.594 |
| 146 | સિએરા લિયોન | 3.251 | -1.067 |
| 145 | માલાવી | 3.284 | -0.829 |
| 144 | ઝીમ્બામ્વે | 3.346 | -1.481 |
| 143 | બોત્સવાના | 3.464 | -0.506 |
| 142 | યમન | 3.532 | -0.522 |
| 141 | લેબેનોન | 3.723 | -1.208 |
| 140 | DR કોંગો | 3.761 | -0.817 |
| 139 | ઈજિપ્ત | 3.862 | -0.411 |
| 138 | તાંઝાનિયા | 3.902 | +0.132 |
