Loading...

SBI Hikes FD Rates: SBI એ ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરમાં કર્યો વધારો, રોકાણ કરતાં પહેલા ફેરફાર થયેલા દરો વિશે જાણો

બેંકે કેટલીક ખાત FD Scheme પર વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે, તેને લીધે હવે રોકાણકારોને વધારે વળતર મળશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 20 Mar 2026 07:44 PM (IST)Updated: Fri 20 Mar 2026 10:00 PM (IST)
state-bank-of-india-hikes-fd-rates-by-25-bps-on-selected-deposits-712147

SBI Hikes FD Rates: મોટાભાગની બેંક ફિક્સ્ડ ડિપોઝીટ(FD) પર વ્યાજ દરો ઘટાડવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ રોકાણકારોને રાહત આપતુ પગલું ભર્યુ છે. બેંકે કેટલીક ખાત FD Scheme પર વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે, તેને લીધે હવે રોકાણકારોને વધારે વળતર મળશે. આ દરોનો વધારો તમામ મુદતની થાપણો માટે નહીં પણ ખાસ ડિપોઝીટ્સ પર લાગૂ થઈ છે.

SBIએ રૂપિયા 3 કરોડથી વધારે બલ્ક ડિપોઝીટ પર વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ (0.25 ટકા) વધારો કર્યો છે. નવા દર 15 માર્ચ 2026થી લાગૂ થશે. જ્યારે રૂપિયા 3 કરોડથી ઓછી રિટેલ FD પર કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા વ્યાજ દરો જાણો
વિવિધ મુદતના હિસાબથી વ્યાજ દરો વધાર્યાં છેઃ

46 દિવસથી 179 દિવસઃ 5.10 ટકાથી વધારી 5.35 ટકા
180 દિવસથી 1 વર્ષથી ઓછાઃ 5.60 ટકાથી વધારી 5.85 ટકા
1 વર્ષથી 2 વર્ષ કરતાં ઓછી અવધીઃ 6.25 ટકાથી વધારી 6.50 ટકા

સિનિયર સિટીઝનને વધારે ફાયદો

સિનિયર નાગરિકો માટે સારા સમાચાર છે. તેમને વધારે વ્યાજ મળશેઃ

46-179 દિવસ: 5.60% થી વધીને 5.85%
180 દિવસ - 1 વર્ષ કરતા ઓછા: 6.10% થી વધીને 6.35%
1-2 વર્ષ કરતા ઓછા: 6.75% થી વધીને 7%
તેનો અર્થ એ થયો કે વરિષ્ઠ નાગરિકો માટે એફડી વધુ આકર્ષક બની છે.

પ્રીમેચ્યોર વિડ્રોલ અંગે નિયમો શું છે?
જો તમે FD પ્રીમેચ્યોર વિડ્રોલ કરો છો તો તમને દંડ થશે. SBI પ્રમાણે તમામ મુદતોમાં બલ્ક ડિપોઝિટ પર 1% દંડ લાગુ થશે. તેનો અર્થ એ છે કે અકાળ ઉપાડ પર તમને મળતું વ્યાજ 1% ઘટશે.

નવા દરો માટે કોણ પાત્ર રહેશે?
આ દરો નવી FD અને પરિપક્વ અને રિન્યુ થનારી FD પર લાગુ થશે. અન્ય તમામ નિયમો અને શરતો એ જ રહેશે.

રોકાણ કરતા પહેલા શું ધ્યાનમાં લેવું?
જો તમે FD માં મોટી રકમનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો સમય હોઈ શકે છે. જોકે નાના રોકાણકારોએ અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ કારણ કે દરો યથાવત રહે છે.