Loading...

SIP vs PPF: બન્નેમાંથી કોણ પહેલા બનાવશે લખપતિ, 10 વર્ષ સુધી દર મહિને 1 હજારના રોકાણ પણ કોણ આપશે સૌથી વધુ રિટર્ન?

SIP એટલે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરવું. SIPમાં વળતર બજાર પર આધાર રાખે છે. સરેરાશ વાર્ષિક વળતર આશરે 12 ટકા માનવામાં આવે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 11 Sep 2025 06:24 PM (IST)Updated: Thu 11 Sep 2025 06:24 PM (IST)
sip-vs-ppf-rs-1000-monthly-investment-best-returns-in-10-years-601531

Investment: જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો અને એક સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ વિશે સર્ચ કરી રહ્યાં છો તો સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ માટે બે શ્રેષ્ઠ વિકલ્પ છે. એક SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને બીજું છે PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. પરંતુ જ્યારે આપણે ઇન્વેસ્ટ કરવાનું વિચારીએ ત્યારે સ્વાભાવિક છેકે મનમાં પ્રશ્ન ઉઠે કે કોણ સારું વળતર આપશે અને કયો વિકલ્પ સારો છે. ત્યારે જો તમે 10 વર્ષ સુધી દર મહિને 1 હજાર રૂપિયાનું રોકારણ કરવાનું વિચારતા હોવ તો કોણ વધુ વળતર આપશે અને કોણ પહેલા લખપતિ બનાવશે એવા મનમાં ઉઠતા સવાલોને સરળ ગણતરીથી સમજીએ.

SIP થી લખપતિ બનવામાં કેટલો સમય લાગશે?

સૌથી પહેલા SIPના ગણિતને સમજીએ. SIP એટલે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરવું. SIPમાં વળતર બજાર પર આધાર રાખે છે. લાંબા ગાળે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું સરેરાશ વાર્ષિક વળતર આશરે 12ટકા માનવામાં આવે છે.

SIP કેલ્ક્યુલેશન:

  • દર મહિને રોકાણ: રુ.1000
  • સરેરાશ વાર્ષિક વળતર (કમ્પાઉન્ડિંગ સાથે): 12 ટકા
  • 10 વર્ષમાં કુલ રોકાણ: રુ.1,20,000 (રુ.1000 × 12 મહિના × 10 વર્ષ)
  • SIP કેલ્ક્યુલેટર મુજબ ફંડનું મૂલ્ય: રુ.2,32,000
  • આમ, તમારા રોકાણ પર આશરે રુ.1,12,000નો ફાયદો થશે.

PPF થી લખપતિ બનવામાં કેટલો સમય લાગશે?

PPF એ ભારત સરકાર દ્વારા સમર્થિત એક સુરક્ષિત યોજના છે. તેમાં વ્યાજ દર દર ત્રિમાસિકે નક્કી થાય છે. હાલમાં, તેનો વાર્ષિક વ્યાજ દર આશરે 7.1 ટકા છે.

PPF કેલ્ક્યુલેશન

  • દર મહિને રોકાણ: રુ.1000
  • સરેરાશ વાર્ષિક વળતર: 7.1 ટકા
  • 10 વર્ષમાં કુલ રોકાણ: રુ.1,20,000 (રુ.1000 × 12 મહિના × 10 વર્ષ)
  • 7.1 ટકા વાર્ષિક વ્યાજ સાથે મળતું વળતર (કમ્પાઉન્ડિંગ સાથે): રુ.1,68,000
  • આમ, તમને તમારા રોકાણ પર આશરે રુ.48,000નું વ્યાજ મળશે.

SIP અને PPF વચ્ચે તુલના

SIP બજાર આધારિત છે, પરંતુ 10 વર્ષ પછી તેમાં સરેરાશ વધુ વળતર મળે છે. દર મહિને રુ.1000નું રોકાણ કરવાથી તમને રુ.2.32 લાખ મળી શકે છે. બીજી તરફ, PPF સુરક્ષિત છે અને તેના પર ગેરંટેડ વ્યાજ મળે છે. જોકે, SIPની સરખામણીમાં 10 વર્ષ પછી તેમાં ફક્ત રુ.1.68 લાખ મળશે.

ક્યાં રોકાણ કરવું વધુ સારું?

નિષ્ણાતોએ સૂચવ્યા અનુસાર, જો તમે કોઇપણ પ્રકારનું આર્થિક જોખમ ખેડ્યા વગર એક સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન ઇચ્છો થો તો PPF એક સારો વિકલ્પ છે. પરંતુ, જો તમે થોડું જોખમ લઈને વધુ વળતર કમાવવા માંગો છો, તો SIP વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જોકે, એ નોંધવું અગત્યનું છે કે SIPમાં વળતર નિશ્ચિત હોતું નથી અને તે બજારની કામગીરી પર આધાર રાખે છે. જ્યારે PPF સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સરકાર દ્વારા ગેરંટેડ હોય છે.