Turtlemint Fintech IPO:ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડનું જાહેર ભરણું 19 જૂનના રોજ ખુલશે,શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 144-152 નક્કી થઈ

કંપનીએ આ ઓફર માટે શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 144થી રૂપિયા 152 નક્કી કરી છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ 18 જૂન 2026ના રોજ એક દિવસ માટે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 17 Jun 2026 11:05 PM (IST)Updated: Wed, 17 Jun 2026 11:05 PM (IST)
turtlemint-fintech-solutions-limiteds-initial-public-offer-to-open-on-friday-june-19-2026

Turtlemint Fintech Solutions IPO:અગ્રણી ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું 19મી જૂનથી 23 જૂન 2026 સુધી ખુલ્લુ રહેશે. કંપનીએ આ ઓફર માટે શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 144થી રૂપિયા 152 નક્કી કરી છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ 18 જૂન 2026ના રોજ એક દિવસ માટે છે. રૂપિયા 1 ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર્સ માટે રોકાણકારો ઓછામાં ઓછા 98 શેર માટે અને ત્યારબાદ એટલા જ શેરના ગુણાંકમાં રોકાણ કરી શકાશે.

પ્રત્યેક રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના આઈપોણાં રૂપિયા 6,607.22 મિલિયન એટલે કે રૂપિયા 660.72 કરોડના મૂલ્ય સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂપિયા 1ની ફેસ વેલ્યુના 1,46,01,846 સુધીના ઈક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.ઈક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

જો ઓફરનો લઘુતમ 75 ટકા હિસ્સો ક્યુઆઈબીને ફાળવવામાં ન આવી શકે તો અરજીની સમગ્ર રકમ રિફંડ કરવામાં આવશે. વધુમાં નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃતીયાંશ હિસ્સો રૂપિયા 0.20 મિલિયનથી વધુ અને રૂપિયા 1.00 મિલિયન સુધીની અરજી કરનાર બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો બે-તૃતીયાંશ હિસ્સો રૂપિયા 1.00 મિલિયનથી વધુની અરજી કરનાર બિડર્સ માટે અનામત રહેશે.