Top 10 Company M-Cap: ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર સામે મોટું સંકટ સર્જાયું છે. ભારતીય શેરબજારમાં પણ ભારે મંદીની અસર જોવા મળી રહી છે. વીતેલા સપ્તાહ દરમિયાન સેન્સેક્સ (Sensex)માં સ્થાન ધરાવતી ટોચની 10 પૈકી 5 કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે બજાર મૂડીકરણમાં આશરે રૂપિયા 1 લાખ કરોડથી વધારે ધોવાણ થઈ ગયું છે.સૌથી વધારે સંપત્તિનું ધોવાણ HDFC Bankમાં જોવા મળ્યું છે.
આ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશનમાં ભારે અફરા-તફરી
ટોચની 10 પૈકી 5 કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન કૂલ રૂપિયા 1,02,771.87 કરોડથી ઓછું થઈ ગયું. સપ્તાહ દરમિયાન HDFC Bankનું માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 15,338.42 કરોડનો ઘટાડો થયો અને તે રૂપિયા 5,16,715.12 કરોડ આવી ગયું.
હિન્દુસ્તાન યુનિલીવરનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 18,009.62 કરોડ ઘટીને રૂપિયા 4,89,631.32 કરોડ રહ્યું છે. બજાજ ફાયનાન્સનું માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 15,338.42 કરોડનો ઘટાડો થયો છે અને તે રૂપિયા 5,16,715.12 કરોડ આવી ગયું છે.
TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 7,127.63 કરોડ ઘટીને રૂપિયા 8,64,940 કરોડ અને ICICI બેન્કનું મૂલ્યાંકન રૂપિયા 6,171.72 કરોડ ઘટીને રૂપિયા 8,91,673.06 કરોડ થઈ ગયું છે. તેનાથી વિપરીત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 45,942.75 કરોડ વધી રૂપિયા 19,14,235.92 કરોડ થઈ ગયું છે.
ભારતી એરટેલ (Bharti Airtel)નું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 24,462.03 કરોડ વધી રૂપિયા 10,52,893.75 કરોડ અને SBIનું મૂલ્યાંકન રૂપિયા 10,707.52 કરોડ વધી રૂપિયા 9,76,968.57 કરોડ રહ્યું હતું.
LICનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 2,624.88 કરોડ વધી રૂપિયા 4,91,610.45 કરોડ પહોંચ્યું છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 2,473.79 કરોડ વધી રૂપિયા 5,08,789.37 કરોડ રહ્યું છે.
ટોપ-10 કંપનીની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાન રહી હતી. ત્યારબાદ HDFC Bank, ભારતી એરટેલ, SBI, ICICI Bank, TCS, બજાજ ફાયનાન્સ, ઈન્ફોસિસ, LIC અને હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડનું સ્થાન રહ્યું હતું.
