CMR Green Technologies IPO: સીએમઆર ગ્રીન ટેકનોલોજીસ (CMR Green Technologies)નું પ્રારંભિક જાહેર ભરણું 3 જૂન 2026ના રોજ ખુલશે અને 5મી જૂન 2026ના રોજ બંધ થશે. જોકે એન્કર ઈન્વેસ્ટર માટે આ ભરણું 2 જૂન 2026ના રોજ એક દિવસ માટે ખુલ્લુ રહેશે.
કંપનીના RHPમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ જાહેર ભરણું રૂપિયા 630.88 કરોડના 100 ટકા બુક-બિલ્ડિંગ ઈશ્યુ ધરાવે છે અને રૂપિયા 630.88 કરોડ એટલે કે આશરે 3.29 કરોડ શેરના ઓફર ફોર સેલ (OFS)થી બનેલ છે.
કંપનીનું આ જાહેર ભરણા માટે રૂપિયા બેની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેરદીઠ રૂપિયા 182-192 પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામં આવેલો છે. કંપની તેના ઈક્વિટી શેરોને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે લિસ્ટીંગની યોજના ધરાવે છે.
ઈક્વિરસ કેપિટલ લિમિટેડ, ICICI સિક્યુરિટીઝ લિમિટેડ, મોતિલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ આ ઈશ્યુના લીડ મેનેજર્સ છે.શેરધારકો 78 શેર અને ત્યારબાદ એટલા જ શેરના ગુણાંકમાં રોકાણ માટે અરજી કરી શકે છે.આ ઈશ્યુમાં પ્રમોટર્સ તથા અન્ય એક રોકાણકાર 3.28 કરોડ શેરનું વેચાણ કરશે.
ક્વૉલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે 50 ટકાથી વધારે હિસ્સેદારી, નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે ઓછામાં ઓછી 15 ટકા હિસ્સેદારી તથા રિયેલ ઈન્વેસ્ટર્સ માટે ઓછામાં ઓછી 35 ટકા હિસ્સેદારી રાખવામાં આવેલી છે.
