CMR Green Technologies IPO GMP: CMR ગ્રીન ટેક્નોલોજીસ IPO નો આજે છેલ્લો દિવસ; લિસ્ટિંગ પર 5000 થી વધુ નફાની આશા!

CMR ગ્રીન ટેક્નોલોજીસ IPO માં રોકાણ કરવાનો આજે 5 જૂને છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં આ IPO 9 ગણો સબસ્ક્રાઇબ થયો છે અને તેનું GMP રૂપિયા 70 પર પહોંચી ગયું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 05 Jun 2026 11:41 AM (IST)Updated: Fri, 05 Jun 2026 12:08 PM (IST)
cmr-green-technologies-ipo-day-3-gmp-update-subscription-status-key-highlights

CMR Green Technologies IPO GMP Day 3: ભારતીય શેરબજારમાં પ્રાઇમરી માર્કેટ એટલે કે IPO ક્ષેત્રે રોકાણકારોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. મેટલ રિસાયક્લિંગ ક્ષેત્રની અગ્રણી કંપની CMR ગ્રીન ટેક્નોલોજીસનો IPO આજે, 5 જૂને બંધ થવા જઈ રહ્યો છે. તેમાં બિડિંગ કરવાનો અંતિમ દિવસ છે. ગ્રે માર્કેટના એક્સર્ટ્સથી લઈને સામાન્ય રિટેલ રોકાણકારો સુધી તમામ આ IPO ને લઈને ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

CMR ગ્રીન ટેક્નોલોજીસ IPO GMP: લિસ્ટિંગ પર 36% થી વધુ નફાનો અંદાજ

બજારના નિષ્ણાતોના મતે, ગ્રે માર્કેટમાં આ IPO ને લઈને ખૂબ જ હકારાત્મક માહોલ છે. લેટેસ્ટ ટ્રેન્ડ્સ અનુસાર, CMR ગ્રીન ટેક્નોલોજીસના IPO નું GMP ₹70 પર પહોંચી ગયું છે. કંપનીએ તેના શેરની અપર પ્રાઇસ બેન્ડ ₹192 નક્કી કરી છે. આ પ્રીમિયમ અને મૂળ કિંમતના આધારે શેરનું સંભવિત લિસ્ટિંગ ₹262 પર થઈ શકે છે. એટલે કે, જે રોકાણકારોને શેર ફાળવવામાં આવશે, તેમને લિસ્ટિંગના દિવસે જ અંદાજે 36.46% જેટલો બમ્પર નફો મળી શકે છે.

બે દિવસમાં મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

આ IPO એ શરૂઆતના બે દિવસમાં જ રોકાણકારોને આકર્ષવામાં મોટી સફળતા મેળવી છે. બિડિંગના બીજા દિવસ (4 જૂન) ની સાંજ સુધીમાં આ IPO કુલ 9.66 ગણો સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. જેમાં નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) ની કેટેગરી સૌથી આગળ રહી છે, જે 21.85 ગણી ભરાઈ છે. જ્યારે રિટેલ રોકાણકારોનો હિસ્સો 8.01 ગણો અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) નો હિસ્સો 3.45 ગણો સબસ્ક્રાઇબ થયો છે.

નાણાકીય મોરચે કંપની મજબૂત સ્થિતિમાં

CMR ગ્રીન ટેક્નોલોજીસનું નાણાકીય પ્રદર્શન પણ રોકાણકારોનો ભરોસો વધારનારું છે. નાણાકીય વર્ષ 2025 માં કંપનીની ઓપરેટિંગ આવક 12% ના વધારા સાથે ₹6,666.5 કરોડ પર પહોંચી છે, જે અગાઉના વર્ષે ₹5,952.4 કરોડ હતી. નફાની વાત કરીએ તો, કંપનીએ શાનદાર વાપસી કરી છે. નાણાકીય વર્ષ 2025 માં કંપનીએ ₹155 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જ્યારે તેના અગાઉના વર્ષે કંપનીને કેટલાક મોટા એડજસ્ટમેન્ટ્સના કારણે ₹838.5 કરોડનું નુકસાન થયું હતું. આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ નવ મહિનામાં કંપનીએ ₹6,275.5 કરોડની આવક મેળવીને ₹162.3 કરોડનો મજબૂત ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.