Anthropic's new AI: આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI)માં કામ કરનારી અને Open AIની મુખ્ય સ્પર્ધક એન્થ્રોપિક (Anthropic)ના એક નવા AI ઓટોમેશન ટૂલ (Automation Tool)એ વિશ્વ બજારોમાં હડકંપ મચાવી દીધો છે. તેની સૌથી ઘાતક અસર ટેકનોલોજી કંપનીઓ પર જોવા મળી છે.
આ ટૂલની જાહેરાત થતાની સાથે જ IT શેરો (IT Share)માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક જ દિવસમાં વિશ્વ અર્થતંત્રમાંથી 285 અબજ ડોલરનો સફાયો થઈ ગયો છે. સોફ્ટવેર માર્કેટમાં તો હવે એ વાતનો ડર સતાવી રહ્યો છે કે આ નવું Tool અગાઉથી ચાલી રહેલા સબ્સ્ક્રીપ્શન આધારિત બિઝનેસ મોડલ્સ પર ભારે ન પડે. તેનાથી સોફ્ટવેર ઉપરાંત ડેટા એનાલિટિક્સ તથા કાનૂની સેવાઓ પર ભારે અસર થશે.
બજાર Anthropicના AI થી કેમ ડરે છે?
હંમેશા એવું કહેવામાં આવે છે કે કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) નોકરી છીનવી શકે છે.એવી જ રીતે કન્સલ્ટિંગ કંપની IT સર્વિસ પૂરી પાડનારી અને IT ક્ષેત્રના રોકાણકારો પણ એન્થ્રોપિકના નવા AI વિશે ચિંતિત છે, તેમને ડર છે કે તે કંપનીઓમાં મેનપાવર (Manpower) અને બિલિંગની જરૂરિયાતને ખતમ કરી શકે છે.
IT સેક્ટરના શેરોમાં ભારે ઘટાડો
આ નવા AI Tool થી અનેક IT કંપનીઓ જેવી કે વિપ્રો અને ઈન્ફોસિસન શેરોમાં મોટો ઘટાડો થયો છે. એડવાઈઝરી સર્વિસ પૂરી પાડનારી Gartnerના શેરોમાં પણ 25 ટકા સુધીનો કડાકો આવ્યો છે. આ સંજોગોમાં અન્ય IT કંપનીઓના શેરોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં એન્થ્રોપિકે ક્લાઉડ કોવર્ક એક એજન્ટિક AIઆસિસ્ટન્ટ છે. તે હવે નોન-ટેકનિકલ વ્યાવસાયિકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ નવું AI ફોલ્ડર્સનું સંચાલન કરી શકે છે, ફાઇલો ખોલી અને વાંચી શકે છે અને વપરાશકર્તાની સંમતિથી વિવિધ કાર્યો કરી શકે છે.
જો કે તે કાયદાકીય સલાહ આપી શકતું નથી. આ નવા AI ટૂલ ઉપરાંત બજાર એ વાતથી પણ ચિંતિત છે કે જનરેટિવ AI માં 30 થી 40 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે, પરંતુ ઘણી કંપનીઓને વળતર મળ્યું નથી. આ નવું ટૂલ કંપનીઓને મોંઘા સોફ્ટવેરનો સસ્તો વિકલ્પ પ્રદાન કરી શકે છે.
