Mutual Fund Borrowing Rules: SEBI એ મ્યુચ્યુઅલ ફંડ માટે નિયમો હળવા બનાવ્યા, હવે વિવિધ કાર્યો પૂરા કરવા મેળવી શકશે ધિરાણ

SEBI એ મ્યુચ્યુઅલ ફંડ માટે ટૂંકા ગાળાના ધિરાણના નિયમો સરળ બનાવ્યા છે. હવે ફંડ રોકાણકારોને પૈસા પરત કરવા ઉપરાંત વ્યાપક રોકડ સંચાલન જરૂરિયાતો માટે પણ ધિરાણ મેળવી શકશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 03:55 PM (IST)Updated: Sat, 20 Jun 2026 03:55 PM (IST)
sebi-eases-mutual-fund-borrowing-rules-for-cash-management

Mutual Fund Borrowing Rules:સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ માટે રોકડ સંચાલનને લઈ ઋણ સંબંધિત નિયમોને સરળ બનાવ્યા છે.

આ અંતર્ગત નિયમનકર્તાએ શુક્રવારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને કારોબાર સમયે લેવામાં આવતા ટૂંકા ગાળાના ધિરાણનો ઉપયોગ ફક્ત રોકાણકારોને પૈસા પરત કરવા પૂરતા જ મર્યાદિત કરવાને બદલે વ્યાપાર સંબંધિત ઉકેલો મેળવવા, વિદેશી ચલણને લગતી જવાબદારી પૂરી કરવા તથા ડેરિવેટીવ્ઝ માર્જીનની ચુકવણી કરવા સહિત વ્યાપક રોકડ સંચાલનની જરૂરિયાતોને પૂરી કરવા માટે મંજૂરી આપવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

શા માટે SEBI તરફથી આ પગલું ભરાયું

SEBI દ્વારા જે પગલાં ભરવામાં આવ્યા છે તેનો ઉદ્દેશ સંચાલકીય સંબંધિત પડકારોને દૂર કરવાનો છે, જેનો સામનો AMCને વિવિધ યોજનામાં રોકડની આવક-જાવક વચ્ચે જે સમયનું અંતર લાગે છે તેનો અંત કરવાનો છે. વર્તમાન સમયમાં કારોબાર સમયે લેવામાં આવતા ટૂંકા ગાળાના ધિરાણ મ્યુચ્યુઅલ ફંડ યોજના માટે રોકડ પ્રવાહ સંચાલનને એક મહત્વનું સાધન છે, જે ફંડ મેનેજર્સને ચુકવણીની જવાબદારી તથા ઉકેલની જરૂરિયાતોને સમયસર પૂરી કરવામાં સહાયતા મળે છે.

SEBI ચેરમેન તુહિન કાંત પાંડે શું કહ્યું

SEBI ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે બજાર નિયમનકર્તાના બોર્ડ ઓફ ડિરેક્ટરે મ્યુચ્યુઅલ ફંડ વિનિમય 2026માં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડને દૈનિક કામકાજને લઈ રોકડ અસંતુલા પૂરી કરવા માટે કારોબાર સમયે ધિરાણને લગતી સુવિધા આપવામાં આવશે. સુધારા અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ યુનિટોએ પરિસંપત્તિ વર્ગની અંદર જ ચોક્કસ ચુકવણી કરવાની રહેશે, વિદેશી ચલણ સંબંધિત ઉકેલ મેળવવાની તેમ જ ડેરિવેટીવ્ઝ પોઝીશનના મૂલ્ય પરિવર્તન સંબંધિત ચુકવણી વગેરે પૂરી કરવાની જરૂરિયાત રહેશે. જે માટે મંજૂરી આપવામાં આવશે. જોકે આ સુરક્ષા ઉપાયો ચોક્કસ શરતો સાથે રહેશે.