SBI launches SIP: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ દર મહિને રૂપિયા 250ની સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) રજૂ કરી છે. આ પહેલથી નાની બચતથી મોટા લક્ષ્યાંકો હાંસલ કરી શકાશે. તે ઉપરાંત વિકસિત ભારતના સપનાને પણ સાકાર કરવામાં મદદ મળશે. આ સ્કીમનું નામ 'જન નિવેશ SIP' છે.
પર્સનલ ફાઇનાન્સની આ શ્રેણીમાં તમને રૂપિયાન 250 જન નિવેશ SIP વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.
જન નિવેશ SIP શું છે?
આ એક સરળ અને સસ્તી પદ્ધતિ છે, જ્યાં તમે ફક્ત રૂપિયા 250ની નાની રકમનું રોકાણ કરીને ભવિષ્ય માટે લાખો રૂપિયાનું ભંડોળ એકત્રિત કરી શકો છો. આ યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપે છે, એટલે કે ગામડાં, નગરો અને શહેરોના લોકોને પણ રોકાણની તકો મળશે. હવે પ્રશ્ન એ છે કે આ યોજના આટલી ખાસ કેમ છે?
જન નિવેશ SIP ની વિશેષતા
- સૌથી મહત્વની વાત એ છે કે તમે ફક્ત રૂપિયા 250થી SIP શરૂ કરી શકો છો. લાંબા ગાળે રોકાણ કરી આશરે રૂપિયા 35 લાખ સુધી ફંડ ઊભુ કરી શકાય છે.
- તમે તમારી સુવિધા મુજબ દરરોજ, સાપ્તાહિક કે માસિક SIP કરી શકો છો.
- આ યોજના લોકોને રોકાણ વિશે જાગૃત કરશે.
- આનાથી સરકારના વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં મદદ મળશે.
- સેબીના અધ્યક્ષ માધબી પુરી બુચે તેને તેમની સપનાની યોજના ગણાવી છે. તેમનું કહેવું છે કે આ ફક્ત રોકાણ યોજના નથી, પરંતુ દેશના દરેક નાગરિકને આર્થિક રીતે સશક્ત બનાવવાનું એક માધ્યમ છે. SBI મ્યુચ્યુઅલ ફંડના જોઈન્ટ સીઈઓ ડીપી સિંહે જણાવ્યું હતું કે આ યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે અને લાખો ભારતીયોને રોકાણની તકો પૂરી પાડશે.
આ યોજનામાં રોકાણ કેવી રીતે કરવું
- JanNivesh રૂપિયા 250 ની SIP શરૂ કરવા માટે, પહેલા Paytm અથવા SBI YONO એપ પર જાઓ.
- જનનિવેશ રૂપિયા 250 SIP વિકલ્પ પસંદ કરો.
- તમારી સુવિધા મુજબ SIP ની આવર્તન પસંદ કરો એટલે કે દૈનિક, સાપ્તાહિક અથવા માસિક.
- આનાથી તમારા રોકાણની શરૂઆત કરો અને તમારા ભવિષ્યને સુરક્ષિત કરો.
- SBI ની વેબસાઇટ પર જાઓ અને JanNivesh SIP Shuru Karen ટેબ પર ક્લિક કરો.
